Mumbai,તા.૨૩
વરુણ ધવન અને પૂજા હેગડે પહેલી વાર ડિરેક્ટર ડેવિડ ધવનની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને બંને સ્ટાર્સ સેટ પરથી સોશિયલ મીડિયા પર મજેદાર ક્ષણો શેર કરી રહ્યા છે. આજે પૂજાએ વરુણનો એક વીડિયો શેર કર્યો અને તેને બોલિવૂડનો મોસ્ટ વોન્ટેડ એક્ટર જાહેર કર્યો છે
ફિલ્મનો એક ખાસ ભાગ સ્કોટલેન્ડમાં શૂટ થઈ રહ્યો છે, જે ૩૦ દિવસનો સંપૂર્ણ શેડ્યૂલ છે. તેમાં કોમેડી દ્રશ્યો અને બે શાનદાર ગીતો હશે. વરુણ અને પૂજા ઉપરાંત, ફિલ્મમાં મનીષ પોલ, જિમી શેરગિલ, મૌની રોય, ચંકી પાંડે, રાકેશ બેદી અને અલી અસગર પણ છે.
આ ફિલ્મ ડેવિડ ધવનની મજેદાર અને રોમેન્ટિક કોમેડી શૈલી જેવી હશે, જેમાં ભરપૂર કોમેડીની સાથે રોમાંસનો સ્પર્શ પણ હશે. વરુણ ધવન અને પૂજા હેગડેની જોડી જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.
’હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ સિવાય પૂજા સાઉથ એક્ટર સૂર્યા સાથે ’રેટ્રો’માં જોવા મળશે. આ ફિલ્મ ૧ મેના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત પૂજા પાસે રજનીકાંતની ’કુલી’ અને દલપતિ વિજયની ’જાન નાયકન’ છે. જ્યારે વરુણ ધવન ’બોર્ડર ૨’, ’સની સંસ્કારી કી તુલસી કુમારી’ અને ’ભેડિયા ૨’માં જોવા મળશે.