American,તા.26
અમેરિકાનાં મશહુર કોમેડીયન રેઝિનાલ્ડ રેઝી કેરોલની મિસીસીપીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા કોમેડી ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર ફેલાઈ છે.
પોતાના અલગ અંદાજથી જાણીતા કોમેડીયન રેઝિનાલ્ડ કેરોલ પર મિસીસીપીનાં બર્ટન લેન વિસ્તારમાં ફાયરીંગ કરવામાં આવ્યુ હતું. પોલીસના જણાવ્યા મુજબ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો.
જોકે તેનો જીવ નહોતો બચાવી શકાયો. પોલીસે આ મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કરી છે.જોકે હજુ સુધી હત્યાનું કારણ બહાર નથી આવ્યું. બાલ્ટીમોર સ્થિત મોબટાઉન કોમેડી કલબે સોશ્યલ મિડિયા પર કેરોલના મોત પર શ્રધ્ધાંજલી આપી છે.
રેઝિનાલ્ડે જાણીતા ટીવી શો ‘શો ટાઈમ એટ ધી એપોલો (2000)માં કામ કર્યુ હતું. ધ માર્કર્સમાં પણ કામ કર્યું હતું. ટીવી ફિલ્મ રેન્ટ એન્ડ ગોમાં પણ અભિનય કર્યો હતો.