Porbandar, તા. ૨૭
પોરબંદર કલેક્ટર એ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલ મતદાન મથકો ખાતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરી વિસ્તારમાં મતદાન મથકો ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત થઈ રહેલ કામગીરીનું જિલ્લા કલેકટરશ્રી એસ.ડી. ધાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરના મતદાન મથકો ખાતે બી એલ ઓ ની કામગીરીનું કલેકટર શ્રી એ નિરીક્ષણ કરી તેઓને જરૂરી માર્ગદર્શન સુચનો કર્યા હતા, અને મતદાન મથકમાં આવેલ અરજદારો સાથે પણ જિલ્લા કલેકટર શ્રીએ સંવાદ કર્યો હતો.