Junagadh તા.7
પોરબંદરના ગરેજ ગામે રહેતા ફરીયાદી ખીમાભાઈ કાનાભાઈ રાઠોડ (ઉ.39)એ આરોપી વિનોદ મોઢા રે. હંટરપુર વાળા પાસેથી ત્રણ વર્ષ પહેલા હાથ ઉછીના રૂા.1 લાખ લીધેલ હોય તેની ઉઘરાણી આરોપીઓ સુભાષ મેર, ભીમો સોનાના દાંત વાળો, વિનોદ મોઢા રે. હંટરપુર, પ્રતાપ ટીંબા રે. બગસરા અને ભાવેશ નામનો અટીંગાનો ડ્રાઈવર સહિત પાંચેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ખીમાભાઈ રાઠોડનું નાનડીયા ગામેથી અટીંગા કારમાં અપહરણ કરી સીતાણા તથા ભાથરોટ લઈ જઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બગસરા ગામે લઈ જઈ ખીમાભાઈ પાસેથી રૂા.90,000 ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ બાંટવા અમીત પાને રૂા.3000 મુકાવી વધુ 30,000ની માંગણી કર્યાની માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ ડી.આર. પારગીએ તપાસ હાથ ધરી છે.
કેશોદના ધ્રાબાવડ ગામે રહેતી ફરીયાદી રીનાબેન નરેશભાઈ હરેશભાઈ મારૂ (ઉ.21)એ માતા પિતા વિરૂધ્ધ જઈ નરેશભાઈ સાથે પ્રેમ લગ્ન કરેલ હોય નાની મોટી બાબતમાં મેણાટોણા બોલી પતીએ મોબાઈલમાં કોઈને વાત ન કરવા દઈ મોબાઈલ પણ લઈ લીધેલ. ઝાપટો મારતા રીનાબેને ટર્પેન્ટાઈન પી લેતા પ્રાઈવેટ રઘુવંશી હોસ્પીટલમાં દાખલ કરેલ જયાં પતી દીયર સાસુ સામે ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.