Surendranagar, તા.4
સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન પોર્ટલ આજથી, 3 સપ્ટેમ્બર 2025થી ખુલી ગયું છે. અગાઉ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે તે ખામીઓ દૂર કરવામાં આવી છે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરી શરૂ થઈ છે.પોર્ટલ પર પહેલાં કપાસ ક્યાં વેચવા જવું તે ઓપ્શન બંધ હતું.
જોકે, હવે આ સમસ્યા ઉકેલાઈ છે. ટેકાના ભાવની શરૂઆત રૂ. 1612થી થઈને રૂ. 1622 સુધી નક્કી કરવામાં આવી છે. ખેડૂતોમાં રજીસ્ટ્રેશનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે બજારમાં ભાવ ઓછા હોવા છતાં ટેકાના ભાવે ખરીદીથી તેમને આર્થિક સહાય મળશે. આ પગલે ખેડૂતોની ખેતીને પ્રોત્સાહન મળશે અને કપાસના ઉત્પાદનને વેગ મળશે.