New Delhi, તા.16
કામકાજના સ્થળો પર મહિલાઓની જાતિય સતામણી અને હેરાનગતી સામે કામ લેવા માટે અમલી બનાવાયેલા સેકસ્યુઅલ હરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ- (પ્રીવેન્શન-પ્રોહીબીશન એન્ડ રીડ્રેસલ) એકટ હેઠળ રાજકીય પક્ષોને આવરી લેવાની એક રીટ અરજી સુપ્રીમકોર્ટે ફગાવી હતી. `પોશ-એકટ’ તરીકે ઓળખાતા આ કાનૂન ફરી નોકરી-કામકાજના સ્થળો માટે જ છે.
જયારે રાજકીય પક્ષોમાં સભ્યો વચ્ચે માલીક-નોકરીયાત જેવા સંબંધો નથી. રાજકીય પક્ષોમાં જોડાવુ એ નોકરી નથી તેથી પોલીટીકસ પાર્ટીમાં કામકાજના સ્થળોની માફક આંતરિક ફરિયાદ સમીતી બનાવવાનું કાનૂન મુજબ ફરિયાદ નથી અને રાજકીય પક્ષોને આ કાનૂન હેઠળ આવરી શકાય નહી.
આ કાનૂન હેઠળ પીડિત મહિલાની વ્યાખ્યામાં વર્કપ્લેસ એટલે કે કામકાજના સ્થળ સંબંધીત મહિલા તેવો અર્થ નિશ્ચિત કરાયા છે. રાજકીય પક્ષોમાં સામેલ થવું એ કોઈ નોકરી કે પેઈડ-કામકાજ નથી એક પસંદગી છે તેમાં સામેલ થવું એ આર્થિક ઉપાર્જન માટે જરૂરી નથી.
સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે સીધો પ્રશ્ન પૂછયો કે તમો રાજકીય પક્ષોના કાર્યાલયને કામકાજના સ્થળ તરીકે કઈ રીતે આ વ્યાખ્યામાં લાવશો ત્યાં કોઈ રોજગાર અપાતો નથી તે નોકરી નથી કોઈ પગાર-વળતર-મળતુ નથી તેથી તેમાં તમો આ કાનૂનને લાગુ કરી શકો નહી.