Bhavnagarતા.02
રાજ્ય પરીક્ષા બોર્ડે વિદ્યાર્થીઓ આગોતરી તૈયારી કરી શકે તે માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન યોજાનાર વિવિધ સ્કોલરશીપ સહિતની પરીક્ષાની સંભવિત તારીખ સાથેનું કેલેન્ડર જાહેર કર્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખની વિગતો વિદ્યાર્થી અને તાલીમાર્થીની પૂર્વ તૈયારીની સરળતા માટે જાહેર કરાઈ છે. જેમાં આર.આઈ. એમ.સી. ની પરીક્ષા સંભવતઃ તા. ૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ યોજાશે એ જ રીતે ૨૦ ડિસેમ્બરે એનએમએમએસ, ૧૦ અને ૧૧ જાન્યુ,૨૦૨૬ના રોજ પ્રા.મા. ચિત્રકામ પરીક્ષા, ૩૧ જાન્યુ. ૨૦૨૬ના રોજ પ્રામયરી સ્કોલરશીપ પરીક્ષા, ૧૪ ફેબુ્ર.ના રોજ સેકન્ડરી,૨૧ માર્ચે સીજીએમએસ એપ્રિલ અથાવ મે માસમાં ડિપ્લોમા ઈન ઈલેમેન્ટરી એજ્યુકેશન, ડિપ્લોમા ઈન પ્રિ-સ્કૂલ આર્ટ ટીચર ડિપ્લોમા પરીક્ષા લેવાશે. આ કાર્યક્રમમાં નવી પરીક્ષાનો ઉમેરો થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ હતી.