Vadodara,તા.07
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે તા.10થી 17 દરમ્યાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે રીપેરીંગ કામ પૂરું થયા બાદ વીજ પુરવઠો કોઈપણ જાતની જાણ કર્યા વિના શરૂ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે ગોરવા સબ ડિવિઝનના દ્વારકેશ ફીડરના આસપાસનો વિસ્તાર, તથા વાસણા સબ ડિવિઝનના પંચમુખી ફીડર આસપાસનો વિસ્તાર તેમજ લક્ષ્મીપુરા સબ ડિવિઝનના પ્રથમ સૃષ્ટિ ફીડર આસપાસના વિસ્તારમાં તા.10, જૂન, મંગળવારે નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે.
એવી જ રીતે તા.11 જૂન, બુધવારે અકોટા સબ ડિવિઝનના મુક્તિનગર ફીડર, અટલાદરા સબ ડિવિઝનના લોટસ ફીડર, સબ ડિવિઝનના ફતેગંજ સબ ડિવિઝનના ગોવર્ધન ફીડર, સમા સબ ડિવિઝનના મોડર્ન ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.12, જૂનને ગુરુવારે વાસણા રોડ ફીડર, માઇલ સ્ટોન ફીડર, ગોત્રી સબ ડિવિઝનના હરિભક્તિ ફીડરના આસપાસનો વિસ્તાર, એવી જ રીતે તા.13, જુને શુક્રવારે ગોરવા સબ ડિવિઝનના સહયોગ ફીડર, અકોટા સબ ડિવિઝનના સહજાનંદ કુટીર ફીડર, અટલાદરા સબ ડિવિઝનના કલાલી ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.14 જૂનને શનિવારે લક્ષ્મીપુરા સબ ડિવિઝનના સોમનાથ ફીડર અને તા.16 જુન, સોમવારે અટલાદરા સબ ડિવિઝનના પ્રથમ ઉપવન ફીડર સહિત તા.17- જુન, મંગળવારે ગોરવા સબ ડિવિઝનના ગુજરાત હાઉસિંગ બોર્ડ ફીડર, અટલાદરા સબ ડિવિઝનના ચાણક્ય ફીડર, વાસણા સબ ડિવિઝનના રાધેશ્યામ ફીડર, અકોટા સબ ડિવિઝનના સ્ટેડિયમ ફીડર અને ગોત્રી સબ ડિવિઝનના સેન્ટ્રલ એક્સાઇઝ ફીડર સહિત આસપાસના વિસ્તારના નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે તેમ વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજને દ્વારા જણાવાયું છે.