ઓડીસાથી સાડા ત્રણ કિલ્લો ગાંજો , બે મોબાઈલ મળી રૂપિયા 48 600 નો મુદ્દામાલ કબજે કરતી એસોજીએ
Prabhas Patan,તા.28
સૌરાષ્ટ્ર અને ખાસકરીને જુનાગઢ, ગીર સોમનાથ અને દરિયાકાંઠાના વિસ્તારમાં નસીલા પદાર્થોની હેરાફેરી વેપાર ઉપયોગ ની બદિ ને ડામવા જુનાગઢ રેન્જ આઈ જી નિલેશ ઝાઝડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ના આદેશના પગલે એસ ઓ જી એ પ્રભાસ પાટણ માંથી ગાંજાના અંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગીર સોમનાથ એસ ઓ જી એન ગઢવી ના માર્ગદર્શન હેઠળ૨૭/૪ ૨૫ ના રોજ કૈલાશભાઈ જેસાભાઇ બારડ અને મહાવીર સિંહ જાડેજા ની બાતમીના આધારે સોમનાથ બાયપાસ એસ્ટોરિયા હોટલ પાસે થી પ્રભાસ પાટણના રીક્ષા ડ્રાઇવરો સમીર શાહ રમજાન શાહમદાર અને અશફાક કાલુ ગાજી ને ૩ કિલ્લો ૮૩૫ ગ્રામ ગાંજો કિંમત રૂ,૩૮૩૫૦ મોબાઈલ ફોન ૧૦,૦૦૦ સહિત ૪૮, ૬૦૦ની મતા સાથે ઝડપાયા હતા પોલીસે તપાસ કરતા ઓરિસ્સા ના જારસગુદાના પાસેથી આ ગાંજો પ્રભાસ પાટણ ના અબ્બાસ સુલેમાન માંગરોળીયાએ મંગાવ્હોયો વાનું ખૂલતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
આ કામગીરીમાં ગીર સોમનાથ એસ.જી ના પી.આઇ જે એન ગઢવી , ઈબ્રાહીમશાહ બાનવા, દેવદાનભાઈ કુંભારવાડીયા ગોવિંદભાઈ રાઠોડ મેરામણભાઇ શામળા પ્રતાપ ગોહિલ ગોપાલસિંહ મોરી કૈલાસસિંહબારડ, મહાવીર સિંહ જાડેજા મેહુલસિંહ પરમાર રામસિંહ ગોહિલ અને એફએસએલ અધિકારી સાથે રહ્યા હતા