Jamnagarતા ૭,
જામનગર શહેરમાં પણ આજે વહીવટી તંત્રના આદેશના પગલે મોકડ્રીલ તૈયારીઓ ચાલી રહી છે, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા તેના માટે સુસજજ બની છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશ્નોઈ દ્વારા આજે સવારે ૧૦.૦૦ વાગ્યે જામનગર મહાનગરપાલિકા ની ફાયર શાખામાં મોકડ્રીલના સંદર્ભમાં રિવ્યુ મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ૧૦ થી વધુ ફાયર સ્ટેશન ઓફિસરો હાજર રહ્યા હતા. જેઓને સાંજની મોકડ્રીલ સંદર્ભે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
જામનગર શહેરના જુદા જુદા ચાર વીસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા ચાર સ્થળોએ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે, અને સંભવિત યુદ્ધ ના પગલે કોઈપણ દુર્ઘટના બને, તો તેને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરી લેવામાં આવશે, તેના માટે ૩૦થી વધુ ફાયર ફાઈટર સહિત વાહનો તથા અન્ય તમામ પ્રકારની સાધન સામગ્રીને સુસજ્જ બનાવી દેવામાં આવી છે અને બપોરે ૪.૦૦ વાગ્યાથી તમામ ફાયર વિભાગનો ૧૦૦ થી વધુનો સ્ટાફ કવાયતમાં જોડાઈ જશે.