Rajkot, તા. 30
આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા જ ગર્ભવતી પરિણીતા પર પડોશીઓનો ધોકા-પાઇપ વડે હુમલો કરતા તેણીને ઇજા પહોંચતા સારવારમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી જે મામલે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેલા કોમલબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.રપ)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શોભનાબેન ડાયા રાઠોડ તેનો પતિ ડાયા રાઠોડ, પુત્ર મયુર રાઠોડ અને જમાઇ અશ્ર્વિનનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇકાલે બપોરના તે તેના પતિ દિનેશભાઇ સાથે ઘરે હતી અને ડેલી પાસે ઉભી હતી ત્યારે મકાન સામે રહેતા શોભનાબેન ગાળો બોલતા હોય જેથી તેને ગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરાયેલ ગયેલ અને વધુ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગી પાઇપના ઘા ઝીંકી દીધા હતા.
પરિવારમાં શોભનાબેનનો પતિ ડાયાભાઇ અને દિકરો મયુર પર ધસી આવેલ અને લાકડીથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ફરિયાદીના પત્નીને પણ માર માર્યો હતો.
દરમ્યાન આરોપીનો જમાઇ અશ્વિન છરી સાથે ધસી આવેલ અને તમે મને ઓળખતા નથી. મારી પોલીસમાં પહોંચ છે. તમે પોલીસને ઓળખતા નથી તેમ તમે એકેય ગોત્યા નહીં જડો તેમ મારી નાખવાની ધમકી આપી હતી અને ફડાકો ઝીંકી દીધો હતો. ફરિયાદી ગર્ભવતી હોય જેથી ચકકર આવતા પડી ગયેલ હતા જેથી તેઓને 108 મારફત સારવારમાં ઝનાના હોસ્પિટલે ખસેડયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

