Rajkot,તા.15
રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પર આવતીકાલ સાંજથી રંગ અને રોશનીભર્યા દિવાળી ઉત્સવનો પ્રારંભ થવાનો છે. આ પૂર્વે કિસાનપરા ચોકથી પોલીસ હેડ કવાર્ટર, જિલ્લા પંચાયત ચોક સુધીનો એક તરફનો રીંગ રોડ મંડપ અને લાઇટીંગ સહિતના સુશોભનથી શણગારવામાં આવ્યો છે.
અવનવી લાઇટીંગ્સ, બલુન, રોશની, આકર્ષક ગેટ, ડી.જે. મ્યુઝીક સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિવાળી સુધી નાગરિકો આ દિવાળી ઉત્સવ અને રંગોળી ઉત્સવનો આનંદ માણી શકશે.
તસ્વીરમાં રીંગ રોડના અલગ અલગ ચોકમાં ઉભા કરવામાં આવેલા. ડોમ જેવા મંડપ, કિસાનપરા ચોકનો એન્ટ્રી ગેટ, કાર્યક્રમનું સ્થળ નજરે પડે છે. આવતીકાલે સાંજથી પુરો રેસકોર્સ રીંગ રોડ ઝગમગી ઉઠશે.