New Delhi તા.1
તહેવારો ટાણે જીએસટીમાં રાહત આપનાર સરકાર હવે વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત દેશભરનાં ટોલનાકાઓ પર વસુલાતા ટોલટેકસમાં ઘટાડો કરવામાં આવશે. આવતા સપ્તાહથી નવા ઘટાડેલા ટોલ દર લાગુ થશે.નેશનલ હાઈવે ઓથોરીટીએ તમામ પ્રાદેશીક કચેરીઓને નવી ફોર્મ્યુલા તથા પ્રાદેશીક કચેરીઓને નવી ફોર્મ્યુલા હેઠળ ટોલ દર નકકી કરવાની સુચના આપી છે.
જીએસટી બચત ઉત્સવ વચ્ચે હવે વાહન ચાલકોને મોટી રાહત મળવાના સંકેત છે. નેશનલ હાઈવે ઓથોરીટીએ જારી કરેલા પરિપત્ર મુજબ મોંઘવારી વર્ષ 2004-05 ને બદલે 2011-12 ને આધાર ગણીને નવી ફોર્મ્યુલા હેઠળ ટોલ દર તૈયાર કરવાનું કહેવામાં આવ્યુ છે.
દેશભરમાં ટોલ કંપનીઓ મોંઘવારી વર્ષ 2004-05 ના ધોરણે જ ટોલદરમાં ફેરફાર કરતી હોય છે આ વર્ષે પણ ગત એપ્રિલમાં ટોલટેકસ 5 થી 7 ટકા વધારવામાં આવ્યો હતો.
હાઈવે ઓથોરીટીના સુત્રોએ કહ્યું કે પ્રાદેશીક કાર્યાલયોએ નવી ફોર્મ્યુલા હેઠળ ગણતરી શરૂ કરી દીધી છે. 004-05 ના મોંઘવારી વર્ષ અંતર્ગત લિન્કીંગ ફેકટર 1.641 હતું તે 2011-12 ના ધોરણે 1.561 થવા જાય છે. આ કારણે ટોલટેકસ ઘટી શકે છે. નવા ટોલદરમાં નાની કારને 5 થી 10 રૂપિયાની રાહત મળી શકે છે.
આ ઉપરાંત ગત એપ્રિલમાં ટોલ ટેકસમાં કરાયેલો વધારો પણ પાછો ખેંચાઈ શકે છે. એટલે 2024 ના વર્ષ જેટલો ટોલટેકસ થઈ જાય તેમ છે.2024 માં ટોલટેકસમાં 7.50 ટકાનો અને 2025 માં 5 ટકાનો વધારો કરાયો હતો. દેશભરમાં હાઈવેની ભંગાર હાલત વચ્ચે વસુલાત તોતીંગ ટોલટેકસ સામે આક્રોશ છે. તેવા સમયે રાહતનું કદમ રોષ આંશીકરીતે ઘટી શકે છે.




