New Delhi,તા.29
ઓનલાઈન ક્રિકેટ સહિતની સટ્ટાબાજી અને ગેમીંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા યુવરાજસિંઘ તથા અન્ય ક્રિકેટરોની મુશ્કેલી વધી રહી છે. હાલમાંજ આ અંગે એન્ફોર્સમેન્ટ વિભાગે યુવરાજ ઉપરાંત સુરેશ રૈના, રોબિન ઉથ્થપા અને શિખર ધવનની ઉપરાંત અભિનેતા સોનુ સુદ, પુર્વ સાંસદ મીની ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશની લાંબી પુછપરછ બાદ તેઓએ આ પ્લેટફોર્મના પ્રમોશન માટે જે તગડી ફી વસુલી છે તે પરત વસુલાશે.
તેમાં તેમની સંપતિ જપ્ત કરવાની પણ તૈયારી છે. આ તમામ સેલીબ્રીટી સામે મનીલોન્ડ્રીંગ એકટ હેઠળ તપાસ થઈ રહી છે. જો તેઓએ કોઈ કાળા નાણાના વ્યવહાર કર્યા હોવાનું સાબીત થશે તો વધુ આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી થોડા દિવસમાં આ તમામને નોટીસ પાઠવવામાં આવે તેવી ધારણા છે. જે બાદ ઈડી-કોર્ટમાં કાર્યવાહી થશે.