New Delhi તા.17
માત્ર 10થી60 મિનિટમાં ઓનલાઈન દવા પહોંચાડવાની સુવિધા આપનાર ઈ-ફાર્મસી પ્લેટફોર્મ પર હવે સરકારની સખ્ત નજરે છે. સરકાર તેને તપાસના ક્ષેત્રમાં લઈ જઈ રહી છે અને તેના પર અંકુશ માટે નવો કાનૂન લાવવાની તૈયારીમાં છે.
ખરેખર તો સરકારને સતત એ બાબતની ફરિયાદો મળી રહી છે કે ઓનલાઈન પ્લેટફોર્મ માત્ર ડોકટરની ચિઠ્ઠીને એ દવાઓ માટે આંખ આડા કાન નથી કરી રહી, જેના માટે જરૂરી છે, બલકે સુરક્ષા સાથે જોડાયેલા અન્ય નિયમો ન માનવાના પણ આરોપ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારી મુજબ, ઈ-ફાર્મસી પ્લેટફોર્મના બાબતે ફરિયાદો હવે એ સ્તરે પહોંચી ચુકી છે કે હજુ પણ જો કાર્યવાહી ન કરવામાં આવી તો આગળ દર્દીઓની સુરક્ષા સાથે ચેડા થઈ શકે છે.
એક અહેવાલ મુજબ ઓનલાઈન દવા મંગાવનારા લોકોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સાથે આ સેવામાં તમામ નવી કંપનીઓ પગલા લઈ રહી છે. હાલ આ વર્ષ ફોન પે અને પીનકોડએ બેંગલુરુ, પુણે, મુંબઈ જેવા શહેરોમાં 10 મિનિટમાં દવા પહોંચાડવાની સેવા શરૂ કરી છે. દવા ઈન્ડિયા પણ પૂણેમાં 60 મીનીટમાં ડિલીવરી આપી રહી છે.
ટાટા 1 એમજી, ફાર્મસી અને નેટમેડસ જેવી મોટી કંપનીઓ તો અગાઉથી જ આ બજારમાં છે. સરકારને એવી ફરિયાદો મળી છે કે તેમના ડાર્ક સ્ટોર્સમાં સફાઈ વગેરેની કમી છે. તેના પહેલા ફુડ ડિલીવરીના ડાર્ક સ્ટોર્સમાં પણ અનેક ખામીઓ બહાર આવી હતી.
કાયદામાં ફેરફારની જરૂરત કેમ?: સૂત્રોનું કહેવું છે કે હજુ ભારતમાં ઈ-ફાર્મસી માટે કોઈ સ્પષ્ટ કાયદો નથી. જૂનો કાયદો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટમાં દવાઓના બારામાં સ્પષ્ટ દિશા-નિર્દેશ નથી.
આ સ્થિતિમાં સરકાર આવી કંપનીઓ પર કાર્યવાહી કરવામાં ખુદને મજબૂર સમજી રહી છે. હવે નવો કાયદો આધુનિક ઈ-ફાર્મસીને કવર કરશે. ભારતમાં કુલ રિટેલ ફાર્મસીનું માર્કેટ 2.4 લાખ કરોડ રૂપિયાનું છે. જેમાં 85 ટકા ભાગ અનઓર્ગેનાઈઝડ સેકટર પાસે છે.