ગાંધીનગરના પ્રમુખ તરીકે આશિષ દવેની વરણી કરવામાં આવી છે સાથે જ વડોદરામાં પણ નવા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે
Ahmedabad,તા.૨૯
ગુજરાત ભાજપ સંગઠનમાં છેલ્લા કેટલાય સમયથી નવા પ્રમુખોની વરણીને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આજે ગુજરાત ભાજપ દ્વારા એકબાદ એક નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. ગાંધીનગર અને વડોદરા બાદ અમદાવાદના ભાજપ પ્રમુખનું પણ નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના નવા ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહનું નામ સામે આવ્યું છે. ભાજપ દ્વારા આગામી ચૂંટણીને લઈને અત્યારથી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપ હવે ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
સમગ્ર મામલે નવા શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે નિવેદન આપ્યું કે દર ૩ વર્ષે સંગઠનના પદ પર ફેરફાર થાય છે. તેઓએ ભાજપના ટોચના નેતાઓનો આભાર માન્યો. સાથે જ કહ્યું કે સોનાની થાળીમાં ખિલ્લો રહી ગયો છે જે દૂર કરવાનું કામ કરીશ. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મારો અનુભવ ઓછો છે પણ મારા પ્રયત્નોમાં ખામી નહીં હોય. વધુમાં એવું પણ કહ્યું કે કોઈ દબાણમાં આવ્યા વિના નિર્ણય લઈશ. આ સિવાય તેમણે સૌ કોઈ તરફથી સહકાર મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અખાત્રીજે બપોરે ૧૨ઃ૩૯ વાગ્યે પ્રેરક શાહ ચાર્જ લેશે.
સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હવે પ્રેરક શાહનું નામ સામે આવ્યું છે. આ સિવાય ગાંધીનગરના પ્રમુખ તરીકે આશિષ દવેની વરણી કરવામાં આવી છે. સાથે જ વડોદરામાં પણ નવા જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરના આશિષ દવેની જો વાત કરવામાં આવે તો તેઓ અગાઉ ગાંધીનગરના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ગુડા ના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે શહેરના અવલોકન અને વિકાસના વિવિધ પાસાઓ સાથે લાંબો સંવાદ કર્યો છે અને હવે તેઓ શહેર ભાજપના સત્તાવાર પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે.
આ સિવાય વડોદરાના નવા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ માટે પૂર્વ પ્રમુખ શતીશ નિશાળિયાએ પ્રસ્તાવ મૂક્યો હતો. સમગ્ર મામલે રસિક પ્રજાપતિએ નિવેદન આપ્યું કે પાર્ટીએ મને જવાબદારી આપી છે જેથી બધાને સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવીશું. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે જિલ્લાના સંગઠનમાં નિષ્ઠાવાન કાર્યકરોની નિમણૂક કરીશું