Jamnagar તા.29
જામનગર શહેરમાં નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજની આડેધડ સર્જાયેલા દબાણોમાં ઝુંપડાઓ ખડકાઈ ગયા હોય, અને ન્યુસન્સ ફેલાવતા હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 40 જેટલા ઝુંપડાઓ સહિતનો માલ-સામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીએ જમા કરાવી દેવાયો છે. આ સમયે થોડો દેકારો પણ થયો હતો.પરંતુ મામલો પોલીસે સંભાળી લીધો. હતો.
સૌરાષ્ટ્રના સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ અઢીસો. કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને મોટા ભાગનું કામ પુર્ણ થઈ ગયું છે. આગામી દિવસોમાં તેનું લોકાર્પણ થવાનું છે. ત્યારે અંબર ચોકડી નજીક જુના રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાં ફલાય ઓવર બ્રિઝ નીચે છેલ્લા કેટલાક સમયથી ઝુપડાઓ ખડકાઈ ગયા હતા. ઝુપડાવાસીઓ ન્યુસન્સ ફેલાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂની પણ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી હતી. જેથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સિટી બી. ડિવિઝન ની પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
એકી સાથે 40 જેટલા દબાણ કર્તાઓના ઝુંપડા વગેરે ઉપાડી લેવામાં આવ્યા હતા. તેઓનો તમામ માલસામાન પણ જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
આ દબાણ હટાવ કામગીરી દરમિયાન અમુક ઝુપડાવાસીઓએ દેકારો પણ કર્યો હતો. તેમ છતાં પોલીસ અને એસ્ટેટ શાખાની ટીમે મચક આપ્યા વગર કામગીરી કરી હતી.

