Upleta તા.27
ઉપલેટા માં ધોરાજી પ્રાંત અધિકારી તરખાલા મામલતદાર નિખિલભાઈ મહેતા ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયાએ પીઆઈ પટેલ નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓના કાફલા સાથે કટલેરી બજાર ત્રણ કમાન સહિત ના દબાણવાળા વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે.
તેમાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠા થયા હતા ત્રણ કમાનમાં નોન-વેજ ની એક કેબીન હટાવવા જતા બબાલ કરતા લાલા મુરઘીવાળા ની પોલીસે અટકાયત કરેલ હતી.
આ બાબતે ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા એ સ્થાનિક પત્રકારો ને જણાવેલ કે રોડ ની બન્ને સાઈડ ની ફુટપાથો રાહદારીઓ ને ચાલવા માટે હોયછે તેની ઉપરનું કે રોડ રસ્તાઓ ઉપર નું દબાણ ચલાવી શકાય નહીં તેથી દબાણકારો સ્વેચ્છાએ દબાણો હટાવી લ્યે નહિંતર ના છુટકે અમારે દબાણો હટાવવા પડશે અને જયાંસુધી આવા દબાણો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે.