Morbi,તા.28
મોરબી મનપા ટીમ દ્વારા આજે શક્તિ ચોકમાં સ્વચ્છતા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે નડતરરૂપ દબાણો દુર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત વેજીટેબલ રોડ પર ટીપી શાખાએ આઠ જેટલા મકાનના દબાણો દુર કર્યા હતા
મોરબી મહાનગરપાલિકા ટીમે આજે ગેસ્ટ હાઉસ રોડ પાસે શક્તિ ચોક ખાતે સ્વચ્છતા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મ્યુનીસીપલ કમિશ્નર સહિતની ટીમને દબાણો ધ્યાને આવ્યા હતા જેથી નડતરરૂપ ૭ છાપરા, ૫ ઓટલા અને ૧૫ રેકડીઓના દબાણો દુર કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ટીપી શાખા દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેજીટેબલ રોડ પર ડીમોલીશન કામગીરી કરવામાં આવી હતી સરકારી ખરાબાની જગ્યા પર ખડકી દીધેલ મકાનોને નોટીસ આપવામાં આવી હતી અને આજે ૮ જેટલા કાચા પાકા મકાનો હટાવવામાં આવ્યા હતા