Rajkot, તા.15
દિવાળી એટલે દીવાના પ્રકાશ સાથે હૃદયોમાં પ્રેમનો ઉજાસ. સંબંધો વચ્ચે મીઠાશ ભરી દેતો આ તહેવાર માત્ર ઘર-આંગણું જ નહીં, પરંતુ મન પણ રોશન કરી દે છે. એકબીજાને ઉપહાર આપવાની પરંપરા ભારતીય સંસ્કૃતિનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે.
પરંતુ આજના સ્વાસ્થ્યજાગૃત યુગમાં મીઠાઈની જગ્યાએ ડ્રાયફ્રુટનું સ્થાન વધી રહ્યું છે – કારણ કે પ્રેમની સાથે હવે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું એટલું જ મહત્વનું બની ગયું છે. આ જ કારણ છે કે આ વર્ષે દિવાળીના ઉપહાર માટે મલ્ટીનેશનલ કંપનીઓએ ડ્રાયફ્રુટને પ્રથમ પસંદગી બનાવી છે, જેથીગિફ્ટમાં મીઠાશ પણ રહે અને આરોગ્યની સલામત પણ જળવાઈ.
શહેરના પરાબજાર રોડ પર છેલ્લા 102 વર્ષથી “દાદાજી ડ્રાયફ્રુટ” નામની દુકાન ચાલવતા દીપકભાઈ એ “સાંજ સમાચાર” સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું કે, ડ્રાઇફ્રુટ્સની માર્કેટમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો સ્વાસ્થ્યને ધ્યાન રાખીને દિવાળીમાં પણ ગિફ્ટ આપવા ડ્રાઇફ્રુટ્સની ખરીદી કરતા હોય છે.
આ સાથોસાથ કોર્પોરેટ સેક્ટરમાં પણ ડ્રાઇફ્રુટ્સના ગિફ્ટ્સ હેમ્પર્સ આપવાનો ટ્રેડ વધ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મલ્ટિનેશન કંપની તરફથી વેપારીઓ ને ખબુ બહોળા પ્રમાણમાં ડ્રાઇફ્રુટ્સન ગિફ્ટ હેમ્પરના ઓર્ડર આવેલ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રેગ્લ્યુર વર્ષમાં પૂઠાના બોક્સ ચાલતા હતા પણ આ વર્ષે કાચની બોટલના ઝારવાળા ગિફ્ટ હેમ્પર્સ વધુ ડિમાન્ડ છે. જેમાં 3-4-2 એવી રીતે ફેન્સી બોક્સમાં બોટલ્સ આવે છે. આ ડ્રાઇફ્રુટ્સ ગિફ્ટ હેમ્પર્સમાં પિસ્તા-બદામ-કાજુ-કીસમીસ જેવા ડ્રાઇફ્રુટ્સ સાથે આવે છે. આ ડ્રાઇફ્રુટ્સ ગિફ્ટ હેમ્પર્સ કિંમત રૂ।.500 થી 1000 જેટલી છે. હાલ સુધીમાં 12000 હજાર નંગનો ઓર્ડર કંપનીઓ પાસે આવેલ છે.
આ સાથે આ વર્ષે “દાદાજી ડ્રાયફ્રુટ” દ્વારા 200 ગ્રામના સ્પેશિયલ ડ્રાઇફ્રુટ્સ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 4 ડ્રાઇફ્રુટ્સ આપવામાં આવે છે. જેની કિંમત રૂ.200 થી 250 છે. આ પ્રકારના બોક્સ નાના મોટા વેપારીઓ, સોફ્ટવેર કંપની તેમજ મોટી દુકાનોના માલિકો દ્વારા સૌથી વધુ ખરીદવામાં આવે છે.
હાલ 15 હજાર બોક્સનો ઓર્ડર નાના-મોટા વેપારીઓ પાસેથી આવેલ. અત્યારે મોટાભાગે રિટેલ સ્ટોર અને પરિવાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. ડ્રાઇફ્રુટ્સનો માલ ઈરાન, ઈરાક, અફઘાન, યુરોપ અને ચીલી થી આયાત કરવામાં આવે છે. તેમજ નવરાત્રી બાદ તરત જ મોટાભાગના ઓર્ડર શરૂ થઈ જાય છે.
આ સાથે આ વર્ષે ચિલગોઝા, બ્રાઝિલ નટ્સ, મેકેડમીયા નટ્સ, વેનીલા ફ્લેવરમાં પીકન, મેગેડમીયા વગેરે ડ્રાઇફ્રુટ્સ હાલ બજાર જોવા મળે છે. આ સાથે બેરીસની વાત કરીએ તો, ગોઝી, કેન બેરીસ અને બ્લુ બેરીસ પણ ઉપલબ્ધ છે.
જેમાં ગોઝી બેરીસ રૂ।.1500 થી 1600, કેન બેરીસ રૂ।.600 થી 900 અન બ્લુ બેરીસ રૂ.1200 ભાવ છે. તેમજ દુબઈની ચોકો બાઈટ રૂ।.800 થી 1000 અને પિસ્તા કોટેડ કુનાફા ચોકલેટ રૂ।.1200 સાથે બજારમાં જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી પર મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના કર્મચારીઓને વિવિધ આકર્ષિત ડ્રાયફ્રુટ ગિફ્ટ હેમ્પર્સ કર્મચારીઓને આપશે. આ વર્ષે બજાર ડ્રાયફ્રુટ ગિફ્ટ હેમ્પર્સની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી છે.આ વર્ષે સુકા મેવાના બજારમાં ખાસ એક બદલાવ જોવા મળ્યો છે. સુકા મેવા પર લાગતા ૠજઝના દર 12 ટકા પરથી ઘટીને 5 ટકા થતાં વેપારીઓ અને ગ્રાહકો બંનેને રાહત મળી છે.
સાથે જ અમેરિકા અને ઈરાન જેવા મુખ્ય ઉત્પાદક દેશોમાં ઉત્પાદન વધવાના અને પુરવઠો સ્થિર રહેવાના અંદાજો વચ્ચે આ વર્ષે અંજીર, કાજુ અને બદામના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો નથી. ત્યારે બીજી બાજુ અંજીર, બદામ, કાજૂમાં 20 ટકાનો ભાવ ઘટાડો જોવા મળેલ છે.
જોકે, આ વર્ષે કેટલાક સુકા મેવામાં નોંધપાત્ર ભાવ વધારો નોંધાયો છે. મુખ્યત્વે જળદાળુ, કિસમિસ, એપ્રિકોટ અને મુનક્કાના ભાવોમાં 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ પૂરતો આયાતી સ્ટોક ન મળવાના કારણે આ વધારો નોંધાયો છે. હાલ બજારમાં કિસમિસ રૂ.500 થી 700, જળદાળુ રૂ.400 થી 800 અને એપ્રિકોટ રૂ.900 થી 1000 પ્રતિ કિલોના ભાવ હાલ બજારમાં છે.