New Delhi,તા.25
હાલ સોના અને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનું ભલે ચમકતું હોય, પરંતુ ચાંદી પણ પાછળ નથી. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ લગભગ 30 ટકા રિટર્ન આપ્યું છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ચાંદીના ભાવમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે, તે જોતાં એવું લાગે છે કે તેનો ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
ભારતમાં ચાંદીનો ઉપયોગ માત્ર ઘરેણાં સુધી સીમિત નથી. મંદિરોમાં ચડાવાથી લઈને ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આના કારણે ચાંદીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેની અસર તેના ભાવ પર પણ થઈ રહી છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આવું ટૂંક સમયમાં થઈ શકે છે. ચાંદીનો ભાવ 2025માં લગભગ 30% જેટલો વધ્યો છે અને ભારતમાં હાલ તેનો ભાવ 1.11 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
ચાંદીની માંગમાં વધારો થવાના ઘણા કારણો છે. સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને 5જી ટેક્નોલોજી જેવા ઉદ્યોગોમાં ચાંદીનો ઉપયોગ થાય છે. આ સિવાય વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં લોકો ચાંદીને સુરક્ષિત રોકાણનો વિકલ્પ માને છે અને તેમાં પૈસા લગાવે છે. ચાંદીની સપ્લાય પણ વધારે નથી, તેથી તેના માંગ અને ભાવ વધી રહ્યા છે.
ચાંદી ઘણા ઉદ્યોગો માટે ખૂબ જરૂરી છે. તે ઈલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને મેડિકલ ડિવાઈસમાં ઉપયોગ થાય છે. ભારતમાં ચાંદીનો ભાવ ઘણી વસ્તુઓ પર નિર્ભર કરે છે. તેમાં વિશ્વભરના બજારનું વલણ, ઉદ્યોગોમાં તેની ખપત અને લોકોની ખરીદીની આદતો પર સામેલ છે. આથી ચાંદી રોકાણકારો અને ઉદ્યોગો માટે એક ખાસ વસ્તુ છે.