New Delhi,તા.4
રાષ્ટ્રીય ઔષધી મુલ્ય નિર્ધારણ ઓથોરીટી (એનપીપીએ) એ મુખ્ય દવા કંપનીઓ દ્વારા વેચવામાં આવતી 37 આવશ્યક દવાઓની છુટક કિંમતોમાં ઘટાડો કર્યો છે.આ દવાઓમાં હૃદય રોગ, એન્ટી બાયોટીક, ડાયબીટીસ, અને માનસીક રોગો સંબંધીત અનેક પ્રકારની દવાઓ સામેલ છે.
શનિવારે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ડ્રગ્સ પ્રાઈઝ કન્ટ્રોલ ઓર્ડર (ડીવીસીઓ)2013 અંતર્ગત આનું નોટીફીકેશન જાહેર કર્યું છે. આ નવી કિંમતો 35 અલગ અલગ ફોર્મ્યુલા પર લાગુ થશે.જેને મોટી દવા કંપનીઓ બનાવે છે અને વેચે છે.
જે દવાઓની કિંમત ઘટાડાઈ તેમાં દર્દ અને તાવની દવા એકલોકેન્સ, પેરાસીટામોલ અને ટ્રિટીસની ચાઈમોટ્રીટીસનની એક કોમ્બીનેશન ટેબલેટની કિંમત હવે ડો.રેડ્ડીઝ લેબોરેટરી માટે રૂા.13 અને કેડીલા ફાર્માસ્યુટીકલ્સ માટે રૂા.15.01 હશે.હૃદયરોગની દવા એટોરવાસ્ટોટીન 40 એમજી અને કલોપિતોગ્રેસ 75 એમજીનાં કોમ્બીનેશન વાળી દવા હવે રૂા.25.61 દર ટેબલેટે મળશે.
ડાયાબીટીસની એમ્પાગ્લિફલોઝીન અને મેટફોર્મિત જેવા કોમ્બીનેશનની કિંમત રૂા.16.50 દર ટેબલેટ નકકી કરાઈ છે.વિટામીન ડી (કોલેકલેકેલ્સીફેરોલ) ના ટીપા અને ડાઈકોટોફેનેક ઈન્જેકશનની કિંમત રૂા.31.77 દર મીલીમીટર નકકી કરાઈ છે. આ દવાઓની કિંમત મોંઘી હોવાથી દર્દીઓની ફરિયાદોને પગલે આ દવાઓની કિંમત ઘટાડાઈ છે.