New Delhi,તા.27
ટીમ ઈન્ડીયામાં ખરાબ ફોર્મના કારણે બહાર રહેવા ઓપનર પૃથ્વી શો એ મહારાષ્ટ્ર વતી રણજી ટ્રોફી રમતા ચંદીગઢ સામે એલીટ ગ્રુપમાં ફકત 141 દડામાં ડબલ સેન્ચુરી ફટકારીને રણજી ટ્રોફીમાં બીજા નંબરની સૌથી ઝડપી સદી ફટકારી છે.
અગાઉ રવિશાસ્ત્રીએ 1984માં 123 દડામાં ડબલ સેન્ચુરી ફટકારી હતી તો પૃથ્વી શોએ 2023/24માં રાહુલ સિંહનો 143 દડામાં ડબલ સેન્ચુરીનો રેકોર્ડ તોડયો છે. પૃથ્વી શોએ 72 દડામાં સદી પુરી કરી હતી જે રણજી ટ્રોફીની છઠ્ઠા ક્રમની સૌથી ઝડપી સદી હતી.

