Mumbai તા.3
વિમેન્સ વર્લ્ડકપમાં બાવન વર્ષનાં ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ચેમ્પીયન બન્યુ છે.તે સાથે જ ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે.વર્લ્ડ ચેમ્પીયન બનવા સાથે કુલ 90 કરોડનું ઈનામ મળ્યું છે. જયારે ટુર્નામેન્ટ આયાજકો તરફથી 39.55 કરોડનું ઈનામ અપાયુ છે. મહિલા વિશ્વકપનાં ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઈનામી રકમ છે.
ભારતની વર્લ્ડકપ જીત બાદ ક્રિકેટ બોર્ડ દ્વારા એકાવન કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.ખેલાડીઓ, કોચ તથા સપોર્ટ સ્ટાફને આ ઈનામી રકમ મળશે.મહિલા ક્રિકેટ ટીમને અત્યાર સુધીનુ આ સૌથી મોટુ ઈનામ આપવામાં આવ્યું છે.
ભારતની જીત બાદ ક્રિકેટ બોર્ડનાં સેક્રેટરી દેવજીત સૌકિયાએ કહ્યું કે 1983 માં કપિલદેવનાં નેતૃત્વમાં ભારતીય મેન્સ ટીમે વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચ્યો હતો.તેવી જ લાગણી ઉતેજના અને ગૌરવ મહિલા ટીમનાં ટીમનાં વિજયથી થયો છે.
મહિલા ટીમો માત્ર ટ્રોફી જ નહિં. કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. નવી પેઢી માટે પ્રેરણાોત બનશે. ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ જય શાહ, મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપત હતા તેનું આ પરીણામ છે.
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ICC એ જાહેરાત કરી હતી કે 2025 મહિલા ODI વર્લ્ડ કપની વિજેતા ટીમને અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ મળશે, અને બરાબર એવું જ થયું. આ વર્ષની ચેમ્પિયન ટીમ, ભારતને ઞજ4.48 મિલિયન, અથવા આશરે 39.55 કરોડ (આશરે 1.95 બિલિયન) એનાયત કરવામાં આવી હતી.
ઇનામી રકમ પાછલા સંસ્કરણ આટલે કે 2022 માં યોજાયેલા મહિલા વન ડે વર્લ્ડ કપ ની સરખામણીએ ચાર ગણી વધારે છે. ગયા મહિલા ODI વર્લ્ડ કપ 2022 (ન્યૂઝીલેન્ડ) માં, વિજેતા ટીમને 1.32 મિલિયન અથવા આશરે 11.65 કરોડ મળ્યા હતા. જોકે, 2025 આવૃત્તિ માટે ઇનામી રકમનું માળખું સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
આ વખતે, કુલ ઇનામી રકમ 13.88 મિલિયન (આશરે 122.5 કરોડ) હતી, જે 2022 વર્લ્ડ કપ (3.5 મિલિયન, અથવા 31 કરોડ) કરતા લગભગ ત્રણ ગણી છે. રસપ્રદ વાત એ છે કે, આ ઇનામી રકમ 2023 મેન્સ વર્લ્ડ કપ (10 મિલિયન, અથવા 88.26 કરોડ) કરતા પણ વધુ છે. 2023 મેન્સ ODI વર્લ્ડ કપની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 33.31 કરોડ મળ્યા હતા, જ્યારે રનર-અપ ભારતને 16.65 કરોડ મળ્યા હતા. ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયન પુરુષોની ટીમ કરતાં વધુ પૈસા મળ્યા હતા.
ICC પ્રમુખ જય શાહે આ રેકોર્ડ ઈનામી રકમને મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, `આ જાહેરાત મહિલા ક્રિકેટની સફરમાં એક સીમાચિહ્નરૂપ છે.’ ઈનામી રકમમાં ચાર ગણો વધારો સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ રિપોર્ટનો એક ભાગ છે.
આ મહિલા ક્રિકેટના લાંબા ગાળાના વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારો સંદેશ સ્પષ્ટ છે મહિલા ક્રિકેટરોએ વિશ્વાસ રાખવો જોઈએ કે જો તેઓ રમતને વ્યાવસાયિક રીતે આગળ ધપાવશે તો તેમને પુરૂષો જેટલું જ સન્માન અને તકો મળશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આ પરિવર્તન મહિલા ખેલાડીઓ અને ચાહકોની ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે અને મહિલા ક્રિકેટની છબીને મજબૂત બનાવશે.તેને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.

