Jamnagar તા.૧૦,
જામનગર જિલ્લામાં આગામી ૨૨ જૂન, ૨૦૨૫ ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસ્ય ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીઓ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયામાં તાલુકાવાર નોંધપાત્ર ભાગીદારી જોવા મળી છે, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ
સામાન્ય, વિભાજન અને મધ્યસ્ય ચૂંટણીઓ માટે કુલ ૨૬૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.જેમાં સરપંચ પદ માટે કુલ ૭૩૭ ફોર્મ ભરાયા હતા અને સભ્ય પદ માટે કુલ ૩,૩૦૪ ફોર્મ ભરાયા હતા. આ રીતે, સરપંચ પદ માટે ૭૩૭ અને સભ્ય પદ માટે ૩,૨૮૬ ઉમેદવારોએ સફળતાપૂર્વક તેમના ફોર્મ જમા કરાવ્યા છે.
ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓમાં કુલ ૬૦ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે,જેમાં સરપંચ પદ માટે ૧૯ ફોર્મ ભરાયા હતા અને સભ્ય પદ માટે ૨૫ ફોર્મ ભરાયા હતા. આના પરિણામ સ્વરૂપ, સરપંચ પદ માટે ૧૯ અને સભ્ય પદ માટે ૨૫ ઉમેદવારોએ તેમના નામાંકન પત્રો દાખલ કર્યા છે.
ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં મળેલો આ જબરદસ્ત પ્રતિસાદ લોકશાહી ભાવના અને ગ્રામીણ વિકાસ તથા વહીવટમાં યોગદાન આપવા માટે સ્થાનિક લોકોના ઉત્સાહને દર્શાવે છે. હવે આગામી ૨૨ જૂન, ૨૦૨૫ ના રોજ ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની યોજાનાર છે.