Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian stock market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!
    વ્યાપાર

    Indian stock market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!

    Vikram RavalBy Vikram RavalMay 3, 2025No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ સૈન્ય લડત આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્વની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા અને ચાઈના બન્ને ઝુંકવા તૈયાર નહીં હોઈ છતાં કોર્પોરટ ઈન્ડિયાના પરિણામોમાં અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વમાં સુલેહની શકયતા અને રશિયા-યુક્રેન યુદ્વ વિરામના સંકેતે સપ્તાહની શરૂઆતમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલ પાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને  ઘટાડી ૩%થી નીચે કર્યો અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી હતી.

    શેરબજારમાં ઉછાળાના કારણ જોઈએ તો, વિદેશી રોકાણકારોની છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનથી ૩૨ હજાર કરોડની ખરીદીની સાથે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારોમાં સફળતાની શક્યતા જોવા મળી હતી. અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે વર્ષ બાદ ફરી મંદીમાં જોવા મળ્યો હતો. જયારે બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટ્યા, રૂપિયો મજબૂત બન્યો હતો, સ્થાનિક સ્તરે જો વાત કરીએ તો મજબૂત જીડીપી ગ્રોથ અને ફુગાવામાં સુધારાની અસર થઈ હતી. સાથે સાથે સ્થાનિક ટોચની કંપનીઓના અપેક્ષા કરતાં મજબૂત ત્રિમાસિક પરિણામો જોવા મળ્યા હતા.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની જીએસટી કલેક્શન એપ્રિલમાં રૂ.૨.૩૭ લાખ કરોડની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૬%નો ઉછાળો દર્શાવે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, ૨૦૨૫માં રૂ.૨.૩૭ લાખ કરોડનું ઓલટાઈમ હાઈ જીએસટી કલેક્શન નોંધાયુ છે. સાત વર્ષના ગાળામાં જીએસટીની એક મહિનામાં થયેલી પહેલા ક્રમની સૌથી વધુ આવક છે. એપ્રિલ ૨૦૨૪માં જીએસટીની કુલ આવક (રૂ.૨.૧૦ લાખ કરોડ)ની તુલનાએ ૧૨.૬%નો વધારો નોંધાવ્યો છે. માર્ચ ૨૦૨૫માં જીએસટીની આવક રૂ.૧.૯૬ લાખ કરોડની થઈ હતી. ૧૭ મહિના બાદ જીએસટીની આવકમાં થયેલો આ સૌથી મોટો વધારો છે. જીએસટીની વધતી આવક દેશની આર્થિક પ્રવૃત્તિમાં ધીમો અને મક્કમ વધારો થઈ રહ્યો હોવાનો તેમજ ફુગાવો નીચે આવવાનો નિર્દેશ આપે છે. ટેરિફ વોરને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હોવા છતાં મોટા ભાગના નિર્દેશકો દેશનું અર્થંતંત્ર પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યું હોવાનો નિર્દેશ આપે છે. જીએસટીની વધી રહેલી આવક કોમ્પ્લાયન્સમાં વધારો થયો હોવાનો પણ નિર્દેશ આપે છે.

    અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી હતી. અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માંગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બુલેટિનમાં જણાવાયું છે. ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. આને પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે. પરિણામે ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક અસ્થિરતા, અમેરિકી ડોલર નબળો પડવો તેમજ ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેરબજારમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૧૧૬૧.૩૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૪૩૬.૧૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા….

    મિત્રો, ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે. યુએસ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા હોઇ ચીનનો વૃદ્ધિ દર પણ આ વર્ષે  ઘટીને ૪% થવાની સંભાવના છે. જે અગાઉ કરતાં ૧.૫% ઓછો છે. અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે. ટ્રમ્પ હવે શું કરશે તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી યુએસ અને દુનિયાના અર્થતંત્ર પર તેની મોટી અસર પડશે.

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે, પરંતુ ખાનગી ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ પડકારો પ્રત્યે સચેત રહેવાની અને મૂડી નિર્માણને દબાવવાનું ટાળવાની જરૂર છે. લાંબા સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા તરફ દોરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ બની શકે છે. ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે. જ્યારે ભૂ-રાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ સકારાત્મક બની શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) ભારતી એરટેલ (૧૮૫૨) : ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા. ૧૮૧૮ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા. ૧૮૦૮ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા. ૧૮૭૪ થી રૂા. ૧૮૮૦નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા. ૧૮૯૩ ઉપર તેજી તરફ ધ્યાન…!!

    (ર) SBI લાઇફ (૧૭૬૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા. ૧૭૨૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૭૦૭ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૭૮૮ થી રૂા.૧૮૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવન છે…!!

    (૩) ટાટા કોમ્યુનિકેશન્સ (૧૫૬૩) : રૂા.૧૫૨૩નો પ્રથમ તેમજ રૂા.૧૫૦૮ બીજા સપોર્ટથી ટેલિકોમ સેલ્યુલર એન્ડ ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા. ૧૫૮૮થી રૂા. ૧૬૦૬ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!

    (૪) HCL ટેકનોલોજી (૧૫૭૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ કમ્પ્યુર્ટસ- સોફટવેર એન્ડ કન્સલ્ટીંગ સેકટર નો આ સ્ટોક રૂા.૧૬૦૬ આસપાસ વેચવાલી થકી રૂા.૧૫૫૦ થી રૂા. ૧૫૩૩ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૬૨૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!

    (પ) ટેક મહિન્દ્રા (૧૪૯૭) : રૂા.૧૫૩૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ  ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા. ૧૫૪૦ના સ્ટોપલોસે તબકકાવાર રૂા. ૧૪૮૦થી રૂા. ૧૪૬૪નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા. ૧૫૫૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) ICICI બેન્ક (૧૪૩૩) : પ્રાઇવેટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૪૭૪ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૪૦૪ થી રૂા.૧૩૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)જયુપિટર વેગન્સ (૩૪૪) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૩૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૨૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૫૮ થી રૂા.૩૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)મોઇલ લિમિટેડ (૩૧૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૯૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૨૨ થી રૂા.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)મહિન્દ્રા લોજિસ્ટિકસ (૨૮૫) :રૂા.૨૭૪ નો પ્રથમ તેમજ રૂા.૨૬૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૨૯૭ થી રૂા.૩૦૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ઓનવર્ડ ટેકનોલોજીસ (૨૪૪) : આઇટી ઇનેબલ્ડ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૬૪ થી રૂા.૨૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૩૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)એનએલસી ઇન્ડિયા (૨૧૭) : રૂા.૨૦૮ નો પ્રથમ તેમજ રૂા.૧૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર જનરેશન સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૩૫ થી રૂા.૨૪૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)પિરામલ ફાર્મા (૨૦૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૧૮ થી રૂા.૨૩૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)હેડલબર્ગ સિમેન્ટ (૧૮૬) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૭૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૯૭ થી રૂા.૨૦૮ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)આઇનોકસ વિન્ડ (૧૬૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ ઇલેકટ્રિકલ ઇવિકપમેન્ટ સેકટરનો આ સ્ટોક રૂા.૧૪૭ આસપાસ રોકાણકારે રૂા.૧૭૮ થી રૂા.૧૯૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૩૪ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)જીપીટી ઇન્રફ્રા પ્રોજેકટ (૧૧૮) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૩૩ થી રૂા.૧૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૦૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  ફર્ટિલાઇઝર્સ સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૩ થી રૂા.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩)એચબી સ્ટોક હોલ્ઠિંગ (૮૩) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૭૭ નો પ્રથમ તેમજ રૂા.૭૦  ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેકિંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૯૩ થી રૂા.૧૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)ગેટવે ડિસ્ટ્રીકટ પાર્ક (૫૫) : રૂા.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૩  થી રૂા.૭૦  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    ટ્રમ્પ ઓટો પાટ્‌ર્સ પર ટેરિફ ઘટાડવાની તૈયારીમાં, ગુજરાતના ઓટો મોબાઈલ સેક્ટરને મોટી રાહત મળવાની સંભાવના…!!

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઓટો પાટ્ર્‌સ પરની આયાત ડ્યૂટી ઘટાડવા તૈયાર થઈ રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એકલા ગુજરાતમાંથી અમેરિકામાં પાંચ અબજ ડોલરના મૂલ્યના ઓટો પાટ્ર્‌સની નિકાસ થઈ રહી છે. ટ્રમ્પ સરકાર ખરેખર ઓટોપાટ્ર્‌સ પરની ૨૫% ટેરિફ ઘટાડી દે કે પાછી ખેંચી દે તો ભારત અને ગુજરાતના ઓટો મોબાઈલ સેક્ટરને મોટી રાહત મળવાની સંભાવના છે.

    અમેરિકાના કોમર્સ સેક્રેટરી-વાણિજ્યએ આ નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પની મિશિગનની મુલાકાત પહેલા જ ઓટો ટેરિફમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. મિશિગન ઓટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું અમેરિકાનું હબ ગણાય છે. મોટર પ્રોડક્‌શનના હબ ગણાતા મિશગનમાં બેરોજગારી વધી જવાની પણ દહેશત ઊભી થઈ હતી.

    અગાઉ કરેલી જાહેરાત મુજબ ૩ મે થી ઓટો પાટ્ર્‌સ પર આયાત ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે ઓટોપાટ્ર્‌સના ભાવ પણ વધી જવાની શક્યતા દર્શાવી હતી. વાહનોના વેચાણ પછી આફ્ટર સેલ્સ સર્વિસ પણ મોંઘી થઈ જવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. વેહિકલને સર્વિસ પૂરી પાડવામાં મોટા પડકારો ઊભા થઈ જશે તેવો ભય અમેરિકાના ઓટો પાટ્ર્‌સ મેન્યુફેક્ચરર્સે વ્યક્ત કર્યો છે. ટેરિફ વધી જતાં સપ્લાય ખોરવાઈ જાય તો અમેરિકાની ઓટો મોબાઈલ કંપનીઓ એટલે કે કાર બનાવનારી કંપનીઓ તેમના સપ્લાયને તરત જ વ્યવસ્થિત કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાનો નિર્દેશ ડોનાલ્ડ ટ્રમ્‌પને આપવામાં આવ્યો હતો.

    ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર કરેલા ટેરિફ પ્લાનને કારણે સમગ્ર વિશ્વની ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રી પર મોટી અસર પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકમાં આયાત થતી દરેક કાર પર ૨૫% ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે. અમેરિકામાં ભારતમાંથી અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાંથી ૨૦૨૪ના વર્ષમાં ૬.૭૯ અબજ ડોલરના મૂલ્યના ઓટો પાટ્ર્‌સની નિકાસ થઈ હતી. તેમાં ગુજરાતનો હિસ્સો ૫ અબજ ડોલરથી વધુનો હોવાનો અંદાજ છે. તેના પર ૨૫%ના ટેરિફ લાદવાના નિર્ણયને પરિણામે ઓટો પાર્ટસની નિકાસ ખાસ્સી ઘટી જાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ટેરિફ લાદવાને કારણે ઓટો પાર્ટસની નિકાસ ન ઘટે તે માટે ભારતના ઉત્પાદકોએ મેક્સિકો અને કેનેડાના માર્કેટમાં વેપાર વધારવાની પહેલ કરી દીધી છે.

    એમએસએમઈ કંપનીઓની રૂ.૨૧,૮૦૦ કરોડની લોન જોખમમાં મુકાવાની શક્યતા…!!

    ટેરિફ વોરને કારણે એમએસએમઈ તથા મધ્યમ સ્તરના કોર્પોરેટસના કામકાજની સ્થિતિ કથળી શકે છે, એમ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું. વધી રહેલી ટેરિફ વોરને ધ્યાનમાં રાખતા ઊંચા જોખમ સાથેના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) તથા મધ્યમ સ્તરના કોર્પોરેટસ દ્વારા લેવાયેલી લોન્સમાંથી રૂ.૨૧૮૦૦ કરોડની લોન્સ જોખમમાં મુકાઈ શકે છે. ખાસ કરીને કેમિકલ્સ, સ્ટીલ, ટેકસટાઈલ્સ તથા ઔદ્યોગિક મશીનરી સાથે સંકળાયેલી એમએસએમઈ નબળી પડી શકે છે કારણ કે વેપાર તાણની તેમના પર નકારાત્મક અસર જોવા મળવા સંભવ છે.

    ૧૮૯૮ જેટલી લિસ્ટેડ તથા અનલિસ્ટેડ એમએસએમઈ તથા ૧૦૫૫ મધ્યમ સ્તરની કંપનીઓના અભ્યાસમાં જણાયું છે કે, અનપેક્ષિત નાણાંકીય આંચકા સામે મધ્યમ કદની કંપનીઓ મજબૂત નાણાંકીય બફર ધરાવે છે. ૧૮૯૮ એમએસએમઈમાંથી ૬% ઊંચા જોખમ સાથેની એમએસએમઈ તરીકે વર્ગીકૃત કરાઈ છે. આ એમએસએમઈનો બાકી પડેલા દેવાબોજનો આંક રૂ.૮૧૦૦ કરોડ છે જે એમએસએમઈના કુલ દેવાબોજના ૧૬% જેટલો છે.

    મંદ માંગને કારણે એમએસએમઈ પર ગંભીર અસર પડવાનું જોખમ રહેલું છે પરંતુ વ્યાજ દરમાં ઘટાડાથી આ કંપનીઓને થોડીઘણી રાહત મળી શકે છે. બીજી બાજુ મધ્યમ સ્તરની ૫% કંપનીઓ ઊંચા જોખમની શ્રેણીમાં આવે છે જેના બાકી દેવાનો આંક નાણાં વર્ષ ૨૦૨૪ના અંતે રૂ.૧૩,૭૦૦ કરોડ હતો. ૧૦૫૫ મધ્યમ સ્તરની કંપનીઓના કુલ દેવામાં આ આંક ૧૧% જેટલો થવા જાય છે. વર્કિંગ કેપિટલની તાણને કારણે આ કંપનીઓની મૂડીખર્ચની માત્રા સામાન્ય રીતે નીચી રહે છે અને તેમણે સ્પર્ધાત્મક દરે પૂરતું ભંડોળ મેળવવું પડે છે.

    Q4FY25  માં એનએસઈ ૫૦૦ કંપનીઓમાં DIIનો હિસ્સો ૧૮.૧૧% જોવા મળ્યો…!!

    પ્રથમ વખત, સ્થાનિક સંસ્થાઓ હવે એનએસઈ ૫૦૦ કંપનીઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કરતાં વધુ હિસ્સો ધરાવે છે, ચ૪ઋઢ૨૫ માં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો ૧૮.૧૧% જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો આઉટફ્લો હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બજારની સ્થિરતાને મજબુત કરી છે, વધુ સ્થિતિ સ્થાપક ભારતીય ઇક્વિટી ભાગીદારીનો સંકેત આપે છે. જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય ઇક્વિટીના ભારે વેચાણ કરતા હતા, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના બજારને મજબૂત સમર્થનને કારણે તેમની માલિકી નિફ્ટી ૫૦૦ કંપનીઓમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. ડેટા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમની માલિકી પ્રથમ વખત વિદેશી રોકાણકારો કરતાં વધુ સારી છે.

    વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૩ બિલિયન ડોલર (રૂ.૧.૧૧ લાખ કરોડ)ના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી, વધતી જતી ઉપજ અને યુએસ બજારોમાં મજબૂત ડોલરને કારણે ઘણા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને જોખમી ઊભરતાં બજારોથી દૂર રહેવા પ્રેર્યા હતા. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૧.૮૯ લાખ કરોડ જેટલું રોકાણ કર્યું હતું. વાસ્તવમાં, ગયા નાણાકીય વર્ષમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૧૪.૪ બિલિયન ડોલર (રૂ.૧.૨૭ લાખ કરોડ) ના ચોખ્ખા વેચાણકર્તા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૬.૦૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.

    ટેરીફને કારણે વિશ્વના બજારોમાં અનિશ્ચિતતા, ઉથલપાથલ અને અરાજકતા…!!

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯ એપ્રિલે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસના સીમાચિહ્નરૂપ પર પહોંચી ગયા છે. આ ૧૦૦ દિવસમાં ટેરિફની જાહેરાત, તેનો અમલ મુલતવી રાખવો, એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિતના અન્ય નિર્ણયોના કારણે ટ્રમ્પ વૈશ્વિક ચર્ચામાં ઉભરી આવ્યા છે. વિશ્વના અનેક બજારોમાં સૂચકાંકોમાં ઘટાડો થયો અને પછી તેજી પણ જોવાઈ, પરંતુ બેન્ચમાર્ક જઙ ૫૦૦ તેના ઉચ્ચતમ સ્તરથી પાછળ રહ્યો અને રોકાણકારોએ વિશ્વભરમાં અબજોનું નુકસાન કર્યું હતું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટોચના ૧૦માંના દરેકે પૈસા ગુમાવ્યા છે. ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત અને બજારોની અનિશ્ચિતતા અને ઉથલપાથલ બાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે તેની તાજેતરની આગાહીમાં, વૈશ્વિક વૃદ્ધિના અંદાજને ઘટાડી ૩%થી નીચે કર્યો છે અને જો અનિશ્ચિતતા ચાલુ રહે તો વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે. કોરોના વાયરસ પછી બજારોએ સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડયો અને બોન્ડ માર્કેટમાં પણ ઐતિહાસિક ગભરાટ જોવા મળ્યો હતો. ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી, ઇન્ડેક્સ લગભગ ૧૦% ઘટયો છે, જે બાકીના વિશ્વના મોટાભાગના દેશો કરતાં ખૂબ જ નબળો દેખાવ કરી રહ્યો છે.  ડોલર ઈન્ડેક્સ જે ગતિએ ઘટયો છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરીથી વિશ્વના અન્ય ટોચના ચલણો સામે તેનો ૮% ઘટાડો ૧૯૭૧ પછીની સૌથી ખરાબ દેખાવ છે, જ્યારે સોનામાં ઉછાળો નોંઘાયો છે. ટેરિફના ભયે, વૈશ્વિક મંદીની શક્યતા વધારી છે, કારણ કે કંપનીઓ અને કેન્દ્રીય બેંકરો યુએસ નીતિઓના આધારે નિર્ણયો લેવાનો પ્રયાસ કરે છે. જેપી મોર્ગન અને ગોલ્ડમેન જેવી સંસ્થાના અર્થશાસ્ત્રીઓ, તેમજ રેટિંગ એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વધુને વધુ નિરાશાવાદી બની રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે.

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.