Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત

    July 30, 2025

    Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

    July 30, 2025

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત
    • Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા
    • Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત
    • Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ
    • 31 જુલાઈ નું રાશિફળ
    • સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian Stock Market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!
    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    વૈશ્વિક મોરચે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે અમેરિકા વિરૂધ્ધ વિશ્વની ટેરિફ લડાઈમાં ચાઈના અને યુરોપીય યુનિયન વચ્ચે વેપાર વાટાઘાટ અને ચાઈના તેના બિઝનેસ વ્યુહ થકી અમેરિકાને હંફાવવા પ્રયાસ કરી રહ્યું હોઈ ટેરિફ યુદ્વ વકરવાની શકયતા છતાં સ્થાનિક સ્તરે ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત – અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલોએ ગત  સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

    જો કે, વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્‌પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં સાવચેતીએ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.  કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યાપક પારસ્‌પરિક ટેરિફ ઓર્ડરને રોકતા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો, જયારે અમેરિકાએ વેનેઝુએલાની મોટી ઓઈલ કંપની પર પ્રતિબંધો લાદતા તથા કેનેડામાં વાઈલ્ડ ફાયરના પગલે ત્યાંથી ઓઈલ સપ્લાય ઘટવાની શક્યતા વચ્ચે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતનું અર્થતંત્ર ૪,૦૦,૦૦૦ કરોડ ડોલરને વટાવી ગયું છે. આ આંકડા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના તાજેતરના ડેટા પર આધારિત છે. ભારતની અર્થવ્યવસ્થા ૪ ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલરને વટાવી ગઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટાના આધારે ભારત જાપાનથી આગળ નીકળી ગયું છે. હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.

    આએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ ૨૦૨૫) રિપોર્ટ અનુસાર, ૨૦૨૬માં ભારતનો જીડીપી લગભગ ૪૧૮૭ અબજ ડોલર રહેશે. જ્યારે જાપાનનો જીડીપી ૪૧૮૬ અબજ ડોલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આઈએમએફનો અંદાજ હતો કે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારતનો વિકાસ દર અનુક્રમે ૬.૨% અને ૬.૩% રહી શકે છે. આ વર્ષે ભારતનું અર્થતંત્ર ૬.૩%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર ૪.૬%, અમેરિકાનું ૧.૬%, જાપાનનું ૦.૭% અને યુરોપનું ૧%ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો ૦.૧%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી તેમજ ૨૯ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૮,૫૪૬.૪૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી તેમજ ૨૯ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૮,૨૨૨.૯૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી – માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી.

    વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)કોટક બેન્ક (૨૦૯૨) : પ્રાઇવેટ બેન્ક સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૨૦૩૨ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૨૦૦૮ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૨૧૩૩ થી રૂા.૨૧૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૨૧૪૬ ઉપર તેજી તરફ ધ્યાન…!!

    (ર)ઇન્ડસઇન્ડ બેન્ક (૮૨૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૭૮૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૭૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૮૪૪ થી રૂા.૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) JSW સ્ટીલ (૯૯૭) : રૂા.૯૭૦ નો પ્રથમ તેમજ રૂા.૯૪૪ બીજા સપોર્ટથી આર્યન એન્ડ સ્ટીલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૦૧૭ થી રૂા.૧૦૩૩ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!

    (૪)લુપિન લિમિટેડ (૧૯૬૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ ફાર્મા સેકટર નો આ સ્ટોક રૂા.૧૯૯૪ આસપાસ વેચવાલી થકી રૂા.૧૯૩૩ થી રૂા.૧૯૧૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૨૦૦૮ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!

    (પ)ભારતી એરટેલ (૧૮૭૦) :રૂા.૧૯૦૯ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ  ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૯૧૯ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૮૩૩ થી રૂા.૧૮૦૮ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) HCL ટેકનોલોજી (૧૬૪૦) : કમ્પ્યુટર્સ સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૭૦૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૬૦૬ થી રૂા.૧૫૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૪૦૪) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૭૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૧૮ થી રૂા. ૪૨૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)ઇન્ડસ ટાવર્સ (૩૭૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૬૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૯૩ થી રૂા.૪૦૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૩૭૬) : રૂા.૩૬૦ નો પ્રથમ તેમજ રૂા.૩૪૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૯૪ થી રૂા.૪૦૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ડી બી કોર્પ (૨૪૦) : પ્રિન્ટ મિડીયા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૫૪ થી રૂા.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)કર્ણાટક બેન્ક (૧૯૦) : રૂા.૧૭૭ નો પ્રથમ તેમજ રૂા.૧૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૦૪ થી રૂા.૨૧૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)ગેઇલ (ઈન્ડિયા) લિ. (૧૯૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૭૪ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૦૪ થી રૂા.૨૧૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)આઇનોકસ વિન્ડ (૧૯૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૭૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૦૩ થી રૂા.૨૧૪ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)બંધન બેન્ક (૧૬૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૧૪૪ આસપાસ રોકાણકારે રૂા.૧૭૪ થી રૂા.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૩૦ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)ઝોડિયાક કલોધિંગ કંપની (૯૮) : ગાર્મેન્ટ્‌સ એન્ડ એપેરલ્સ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબઇઝ રૂા. ૧૧૩ થી રૂા. ૧૨૦ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૯૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૨)નેશનલ ફર્ટિલાઇઝર્સ (૯૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  ફર્ટિલાઇઝર્સ સેકટરના આ સ્ટોકને રૂા.૮૩  ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૧૦૮ થી રૂા.૧૨૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩) IDBI  બેન્ક (૮૮) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૮૦ નો પ્રથમ તેમજ રૂા.૭૬  ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૯૪ થી રૂા.૧૦૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) NHPCલિમિટેડ (૮૨) : રૂા. ૭૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૮૮ થી રૂા. ૯૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    વર્ષ ૨૦૨૫માં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે…!!

    વિશ્વભરમાં ટેરિફ યુદ્ધો અને નબળા ગ્રાહક ભાવનાને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકના એપ્રિલ મહિનાના ‘સ્ટેટ ઓફ ધ ઇકોનોમી’ રિપોર્ટ અનુસાર, ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી.  વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે સાવધ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૫માં પ્રકાશિત થયેલા નવીનતમ આઈએમએફ રિપોર્ટને ટાંકીને, એવું કહેવામાં આવ્યું છે કે ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. રિપોર્ટ અનુસાર, દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે.

    આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે. વૈશ્વિક વેપારમાં પરિવર્તન અને ઔદ્યોગિક નીતિઓમાં નવા વલણો વચ્ચે, અહેવાલમાં ભારતને ‘કનેક્ટર દેશ’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભારત ખાસ કરીને ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

    રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે એકંદર ફુગાવામાં રાહત મળી છે. જોકે, સોનાના ઊંચા ભાવની અસર હજુ પણ મુખ્ય ફુગાવા પર જોવા મળે છે.

    મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં છેલ્લા એક મહિનામાં જોરદાર વધારો…!!

    ભારતીય સંરક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતા મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં છેલ્લા એક મહિનામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ ફંડોએ ૧૬%થી ૨૩% સુધીનું વળતર આપ્યું છે, જે રોકાણકારોના વધતા વિશ્વાસ અને ભૂ-રાજકીય ઘટનાઓની અસરને પ્રતિબિંબિત કરે છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ નીતિઓ અને સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રાથમિકતા આપતા નિર્ણયોએ આ ભંડોળ તરફ રોકાણકારોનો ઝોક વધુ વધાર્યો છે. છેલ્લા છ મહિનામાં ડિફેન્સ મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં ઘણી અસ્થિરતા જોવા મળી છે. આ ફંડ્‌સ ડિસેમ્બર ૨૦૨૪ માં ટોચ પર પહોંચ્યા હતા પરંતુ ૨૦૨૫ની શરૂઆતમાં તેમાં ઘટાડો થયો હતો. જોકે, એપ્રિલમાં રોકાણકારોનો મત બદલાયો અને મે મહિનામાં આ ફંડ્‌સમાં ૧૬%થી ૨૩%નો મોટો વધારો જોવા મળ્યો છે.

    ટોચના પ્રદર્શન કરનારા ફંડ્‌સમાં ગ્રોવ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇટીએફ ફંડ ઓફ ફંડ્‌સ અને તેના પેરેન્ટ ફંડ ગ્રોવ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇટીએફનો સમાવેશ થાય છે, જેમણે અનુક્રમે ૨૩.૨૦% અને ૨૨.૭૯% વળતર આપ્યું છે. તે જ સમયે, મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇટીએફ અને તેના લિંક્ડ ફંડ ઓફ ફંડે અનુક્રમે ૨૨.૮૪% અને ૨૨.૭૫% વળતર આપ્યું છે. આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ફંડે છેલ્લા એક મહિનામાં ૨૨.૭૬% વળતર આપ્યું છે. એચડીએફસી ડિફેન્સ ફંડે ૧૬.૩૨% નું મજબૂત વળતર આપ્યું છે. જાણકારોએ જણાવ્યું હતું કે, ડિફેન્સ મ્યુચ્યુઅલ ફંડ્‌સ એ સેક્ટર-સ્પેસિફિક ફંડ્‌સ છે અને અન્ય ફંડ્‌સ (જેમ કે ડિફેન્સને પેટા-સેગમેન્ટ તરીકે રાખીને ફંડ્‌સનું ઉત્પાદન) કરતાં વધુ અસ્થિર હોઈ શકે છે.

    એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો…!!

    વર્તમાન નાણાં વર્ષના પ્રથમ મહિના એટલે કે એપ્રિલમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે ૧૮% વધી રૂ.૧.૮૪ ટ્રિલિયન રહ્યો છે. જો કે માર્ચની સરખામણીએ ખર્ચમાં ૮.૭૦% ઘટાડો નોંધાયો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. માર્ચમાં ખર્ચનો આંક રૂ.૨.૦૧ ટ્રિલિયન રહ્યો હતો. જે ચાર મહિનાની ઊંચી સપાટીએ હતો.

    ઉપભોગ માંગમાં વધારાને જોતા ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ વર્તમાન નાણાં વર્ષમાં સ્થિર રહેવાની બેન્કરો અપેક્ષા રાખી રહ્યા છે. ગત મહિને ક્રેડિટ કાર્ડ જારી કરવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૭.૬૭% વધી ૧૧.૦૪ કરોડ પર પહોંચી હતી. એપ્રિલમાં કુલ ૫,૫૧,૩૧૫ નવા કાર્ડસ જારી કરાયા હતા. અનસિકયોર્ડ રિટેલ પોર્ટફોલિઓ પરની તાણને ધ્યાનમાં રાખી મોટાભાગની બેન્કો ક્રેડિટ કાર્ડ જારી કરવામાં સાવચેતી ધરાવી રહી છે.

    આગામી એક દાયકામાં ક્રુડ તેલની વૈશ્વિક માંગમાં ભારત ચીનથી આગળ નીકળી જશે : મૂડી’સ

    ક્રુડ તેલની માગમાં વૈશ્વિક સ્તરે ચીનની જે અત્યારસુધી સર્વોપરિતા જોવા મળતી હતી તે સર્વોપરિતા હવે ભારત તરફ વળવાની શકયતા જોવાઈ રહી છે અને વિશ્વમાં ભારત ક્રુડ તેલનો સૌથી મોટો વપરાશકાર દેશ બનવાની તૈયારીમાં હોવાનું મૂડી’સના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આગામી એક દાયકામાં ક્રુડ તેલની વૈશ્વિક માંગમાં ભારત ચીનથી આગળ નીકળી જશે અને ક્રુડ તેલની માગમાં વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભારતની રહેશે.

    આર્થિક મંદી ઉપરાંત વીજ વાહનોના વધી રહેલા વપરાશને કારણે ચીનમાં ક્રુડ તેલની માગ મંદ પડી રહી છેે. જ્યારે ઝડપી ઔદ્યોગિકીકરણ, માળખાકીય ક્ષેત્રના વિકાસ અને વાહનોની સંખ્યામાં વધારાને કારણે ભારતમાં ઈંધણ માગ વધી રહી છે. આગામી ૩-૫ વર્ષમાં ચીનમાં ક્રુડ વપરાશ તેની ટોચે પહોંચી ગયો હશે જ્યારે ભારતમાં આ ગાળામાં વાર્ષિક ૩થી ૫%ની વૃદ્ધિ જોવા મળશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

    ભારતના આર્થિક વિકાસ દરની ગતિ મંદ પડવાનું નામ લેતી નથી. ૨૦૨૫માં આર્થિક વિકાસ દર ૬.૩૦% અને ૨૦૨૬માં ૬.૫૦% રહેવા ધારણાં છે. જી-૨૦ દેશોના વિકાસ ચાર્ટમાં ભારત હાલમાં ટોચ પર છે. માત્ર ક્રુડ ઓઈલ જ નહીં ગેસની વૈશ્વિક માગમાં પણ ભારત ટોચનો વપરાશકાર દેશ બનવા જઈ રહ્યો છે. દેશમાં ઊર્જા ક્ષેત્રમાં ગેસનો હિસ્સો જે આજે છ ટકા છે તે ૨૦૩૦ સુધીમાં વધારી ૧૫% કરવા ભારતની યોજના છે.

    ખાતર, પેટ્રોકેમિકલ્સ અને શહેરી ગેસ માળખા જેવા ઝડપથી વધી રહેલા ક્ષેત્રોને કારણે દેશની ગેસની માગ વધી રહી છે. વર્તમાન દાયકાના અંત સુધીમાં ગેસની માગમાં વાર્ષિક ૪ અને ૭%ની વચ્ચે વૃદ્ધિ થવાની ધારણાં છે. ઓપેકના અંદાજ પ્રમાણે ૨૦૨૫માં ભારતની ક્રુડ તેલની પ્રતિ દિન માગ ૩.૩૯% વધીને ૫૭.૪૦ લાખ બેરલ રહેશે જે ૨૦૨૪માં ૫૫.૫૦ લાખ બેરલ રહી હતી. ૨૦૨૬માં આ આંક ૪.૨૮% વધી ૫૯.૯૯ લાખ રહેવા અંદાજ છે. આની સામે ચીનની ઓઈલ માગ ૨૦૨૫માં ૧.૫૦% અને ૨૦૨૬માં ૧.૨૫% વધવા ધારણાં છે.

    Indian Stock Market Profit-taking continues
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 30, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 30, 2025
    વ્યાપાર

    ડોલર સામે રૂપિયામાં 65 પૈસાનો કડાકો : Stock market ગ્રીનઝોનમાં

    July 30, 2025
    વ્યાપાર

    Reliance Jio IPO નો ‘બાપ’ રૂા.52,000 કરોડનો ઇસ્યુ લાવશે

    July 30, 2025
    રાષ્ટ્રીય

    15000 Crore Order : અયોધ્યા રામ મંદિર બનાવતી કંપનીને અલ્ટ્રા-મેગા બિઝનેસ ડીલ મળી

    July 30, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત

    July 30, 2025

    Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

    July 30, 2025

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025

    Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    July 30, 2025

    Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ

    July 30, 2025

    31 જુલાઈ નું રાશિફળ

    July 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત

    July 30, 2025

    Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા

    July 30, 2025

    Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત

    July 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.