Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વૈશ્વિક બજારોના કારણે Indian stock market માં નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!
    વ્યાપાર

    વૈશ્વિક બજારોના કારણે Indian stock market માં નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2024No Comments13 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત જોવા મળી રહી છે.સેન્સેક્સ પહેલીવાર ૮૨૦૦૦ની સપાટી ક્રોસ કરીને ૮૨૧૨૯ની નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો.જ્યારે નિફ્ટી પણ પહેલીવાર ૨૫૦૦૦ની સપાટીને કૂદાવી જતાં ૨૫૧૩૨ની સપાટીએ ઈતિહાસ રચ્યો હતો.

    ઈઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરોના ઢીમ ઢાળી દેવાયાના પરિણામે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ગમે તે ઘડીએ યુદ્વના ભણકારાંએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં એશિયા, યુરોપના બજારોમાં સાવચેતીમાં નરમાઈથી વિપરીત ભારતીય શેર બજારોમાં વિક્રમોની હારમાળા સર્જાવાનું ચાલુ રહી નિફટીએ ૨૫,૦૦૦નો પડાવ પાર કર્યા સાથે સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૮૨૦૦૦ની સપાટી કુદાવી નવો ઈતિહાસ રચ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો  (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ઉછાળે વેચવાલી અટકી ખરીદી નીકળ્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી નીકળ્યા હતી.ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોના આકર્ષણ અને એનડીએ સરકાર દ્વારા વધુ આર્થિક સુધારાની અપેક્ષાએ ફોરેન ફંડોની ખરીદીએ ઈન્ડેક્સ બેઝડ ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી.

    સપ્તાહના અંતે શુક્રવારે વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના પગલે ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે.ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ તેમજ અમેરિકાના પીએમઆઈ અને બેરોજગારીના નબળા આંકડાઓના કારણે સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અપેક્ષા કરતાં વધુ ઘટ્યો છે. જે જૂનમાં ૪૮.૫ના લેવલથી ઘટી જુલાઈમાં ૪૬.૮ નોંધાયો છે, તેમજ બેરોજગારીના દરમાં પણ ૦.૧% નો વધારો નોંધાતાં અમેરિકી, યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેના સથવારે એશિયન બજારો પણ શુષ્ક રહ્યા છે. શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને કરેક્શનના માહોલ વચ્ચે આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં રોકાણકારોની મૂડી રૂ.૩.૨૩ લાખ કરોડ ઘટી હતી. સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં સાવચેતીમાં ફંડો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

    અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)એ બે દિવસની બેઠકના અંતે વ્યાજ દર જાળવી રાખ્યો હતો પરંતુ સપ્ટેમ્બરમાં ઘટાડાના સંકેત પણ આપ્યા હતા.બીજી બાજુ બેન્ક ઓફ ઈન્ગલેન્ડે વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો છે. અમેરિકામાં ફુગાવો ફેડરલના ૨%ના ટાર્ગેટ તરફ ઘટી રહ્યો હોવાનું  કમિટિએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. આ નિવેદનને ધ્યાનમાં રાખતા હવે પછીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના સંકેત આવી પડયા છે.અમેરિકામાં વ્યાજ દર હાલમાં ૫.૨૫% થી ૫.૫૦% ની રેન્જમાં છે પરંતુ સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં તેમાં ઘટાડા માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા વ્યાજ દરમાં ઘટાડો જોવા મળવાની શકયતા ઊભી થઈ છે.

    છેલ્લા કેટલાક સમયથી ફુગાવો સતત નીચે આવી રહ્યો છે ત્યારે કમિટિમાં સર્વસામાન્ય મત પ્રવર્તતો હતો કે ફુગાવા સામેની લડાઈનો અંત હવે નજીક છે. ફુગાવાના ૨% ના વાર્ષિક ટાર્ગેટ માટે ફેડરલ રિઝર્વ પરસનલ કન્ઝમ્પશન એકસપેન્ડીચર  (પીસીઈ) પ્રાઈસ ઈન્ડેકસનો ઉપયોગ કરે છે. પીસીઈ પ્રાઈસ ઈન્ડેકસ જે ૨૦૨૨માં ૭% સુઝી પહોંચી ગયો હતો તે વર્તમાન વર્ષના જૂનમાં ૨.૫૦ ટકા રહ્યો હતો. અમેરિકાનું અર્થતંત્ર મજબૂત ગતિએ વિકસી રહ્યું છે. રોજગાર વૃદ્ધિ મધ્યમ રહી છે, પરંતુ બેરોજગારીનું સ્તર નીચું રહ્યું છે, એમ ફેડરલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.

    બેન્ક ઓફ ઈન્ગલેન્ડે ચાર કરતા વધુ વર્ષ પછી પહેલી વખત વ્યાજ દર  પા ટકા ઘટાડી ૫% કર્યો છે. માર્ચ ૨૦૨૦ બાદ પહેલી વખત વ્યાજ દર ઘટાડાયા છે. ૫.૨૫% સાથે ઈગ્લેન્ડમાં વ્યાજ દર ૧૬ વર્ષની ઊંચી સપાટીએે હતો.

    જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. જુલાઈનું જીએસટી કલેકશન ૧૦.૩% વધીને રૂ. ૧.૮૨ લાખ કરોડ થયું છે, આ કલેકશન અત્યાર સુધીનું ત્રીજા નંબરનું સૌથી ઊંચુ કલેકશન છે. આમ એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં કુલ રૂ. ૭.૩૯ લાખ કરોડનું જીએસટી કલેકશન થયું છે. આ કલેકશન એપ્રિલ ૨૦૨૪માં રૂ. ૨.૧૦ લાખ કરોડ, એપ્રિલ ૨૦૨૩ના રૂ. ૧.૮૭ લાખ કરોડ પછીનું ત્રીજા નંબરનું કલેકશન છે.

    ક્રૂડ ઓઇલ અને રિફાઇનરી પ્રોડક્‌ટના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે જૂન મહિનામાં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ઘટીને ચાર ટકા નોંધવામાં આવી છે જે ૨૦ મહિનાની નીચલી સપાટી છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. મે મહિનામાં કોર સેક્ટરની વૃદ્ધિ ૬.૪%રહી હતી. જૂન, ૨૦૨૩માં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્‌ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી જેવા આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ૮.૪ % રહી હતી. કોર સેક્ટરની વૃદ્ધિની અગાઉની નીચલી સપાટી ઓક્ટોબર, ૨૦૨૨માં ૦.૭% નોંધવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જૂન સુધીમાં સમયગાળામાં કોર સેક્ટરની વૃદ્ધિ ૫.૭% રહી છે. ઉલ્લેખનિય છે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી)માં આઠ કોર સેક્ટરનો ફાળો ૪૦.૨૭% હોય છે. જૂનમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ૨.૬% અને રિફાઇનરી પ્રોડક્‌ટના ઉત્પાદનમાં ૧.૫% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,તેમજ ૦૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૩૭.૦૩ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી,તેમજ ૦૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૮૯.૨૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો,સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળો પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામોના કારણે તેજી જોવા મળી હતી.આ ઉપરાંત દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના અહેવાલોને જોતાં આગામી સમયમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ થવાની સાથે ગ્રામીણ અર્થંતંત્ર પણ ધમધમતુ થવાની ગણતરી મુકાઈ રહી છે.રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો, જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે.લોકલ ફંડોની સાથે એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ શેરોમાં નેટ ખરીદદાર બનતાં તેજી આક્રમક બની છે.

    ચોમાસું પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના જોખમ છતાં એકંદર સારૂ નીવડી રહ્યું હોઈ આર્થિક વિકાસને આગામી દિવસોમાં વેગ મળવાના પોઝિટીવ પરિબળે શેરોમાં શ્રીકાર તેજીની વર્ષા થઈ છે.કોર્પોરેટ પરિણામો પણ ઘણી કંપનીઓના સારા આવી રહ્યા હોઈ શેરોમાં ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ખરીદી ફરી આક્રમક બની છે. અલબત તેજીની આ તીવ્રતા અને ઘણી વખત દેખાતાં અતિરેકને લઈ શેરોમાં પસંદગીમાં સાવચેત રહેવાની અને આંખ મીચીંને ગમે તે શેરો ખરીદવાથી દૂર રહેવું સલાહ ભર્યું રહેશે. જેથી ચોમાસાની પ્રગતિ, વૈશ્વિક બજારોની ઉથલપાથલ, કોર્પોરેટ પરિણામો,બેંક ઓફ જાપાનના વ્યાજ દર નિર્ણયના આગામી સપ્તાહમાં નઝર રહેશે.શેરબજાર કોન્સોલિડેશન તબક્કામાં ટ્રેડ થઈ રહ્યું છે.બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે તેવી સંભાવના છે.જેથી નવી મોટી ખરીદીમાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)એસીસી લિમિેટેડ (૨૪૪૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૪૦૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડટકસ સેકટરનો આ સ્ટોક રૂા.૨૪૯૪ થી રૂા.૨૫૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર) ઇન્ડસઇન્ડ બેંક (૧૪૧૧) : આ સ્ટોક રૂા.૧૩૯૦ નો પ્રથમ અને રૂા.૧૩૭૩ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૪૩૪ થી રૂા.૧૪૫૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩) એક્સિસ બેન્ક (૧૧૬૪) : ૬૨૫ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૧૪૪  નો પ્રથમ તેમજ રૂા. ૧૧૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૧૮૮ થી રૂા.૧૨૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (૨૭૦૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૭૬૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૭૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા. ૨૬૭૦ થી રૂા.૨૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૮૦૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ) ટાટા કોમ્યુનિકેશન્સ (૧૯૫૮) : રૂા.૧૯૯૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા. ૨૦૨૩ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૯૧૯ થી રૂા.૧૮૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા. ૨૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬) એચસીએલ ટેકનોલોજી (૧૬૧૨) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૬૪૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૬૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા. ૧૫૯૦ થી રૂા.૧૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૬૬૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) બાયોકોન લિમિટેડ (૩૩૮) : અ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૧૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૫૩  થી રૂા.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) એનસીસી લિમિટેડ (૩૨૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૦૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૪૪ થી રૂા.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) નોસિલ લિમિટેડ (૩૧૩) : રૂા.૨૯૭ નો પ્રથમ તેમજ રૂા.૨૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૩૮ થી રૂા.૩૫૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪) હિન્દુસ્તાન ઓઇલ એકસપ્લોરેશન (૨૭૩) : ઓઇલ એકસ્પ્લોરેશન એન્ડ પ્રોકડશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૯૪ થી રૂા.૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૬૪નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)  ઓરિયન્ટ ઇલેકટ્રિક (૨૬૪) : રૂા.૨૪૭ નો પ્રથમ તેમજ રૂા.૨૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લોયેન્સીસ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૮૪ થી રૂા.૨૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬) સનફલેગ આર્યન એન્ડ સ્ટીલ (૨૪૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૨૩૦ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૫૭ થી રૂા.૨૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) ગેઇલ (ઇન્ડિયા) લિ. (૨૩૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૨૧૩ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૪૮ થી રૂા.૨૫૫ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮) એપટેક લિમિટેડ (૨૧૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ એજયુકેશન સેકટરનો આ સ્ટોક રૂા.૨૦૩ આસપાસ રોકાણકારે રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૮૮ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) IDBI બેન્ક (૯૩) : પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૦૮ થી રૂા.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨) મેઘમણી ઓર્ગેનિકસ (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  પેસ્ટીસાઇડ એન્ડ એગ્રો કેમિકલ સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૫ થી રૂા. ૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩) લોયડ્‌સ એન્જીનિયરીંગ (૮૦)ઃ  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૭૩ નો પ્રથમ તેમજ રૂા.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવા લાયક…!! ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૯ થી રૂા.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) મધરસન સુમી વાયરીંગ (૭૩)ઃ રૂા. ૬૪ આસપાસ રોકાણ લક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૮૩ થી રૂા.૯૦  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૯૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    આક્રમક ખરીદીને કારણે DIIના હોલ્ડિંગમાં નોંધપાત્ર ઉછાળો…!!

    જૂન ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર સ્થાનિક અને વિદેશી રોકાણકારો વચ્ચે શેરહોલ્ડિંગનો તફાવત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. તેનું કારણ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) શેરબજારમાં આક્રમક રીતે પૈસાનું રોકાણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો હાલમાં વેચવાલી કરી રહ્યા છે. ભારતીય શેરમાર્કેટમાં તેજીનો વાવટો છેલ્લા કેટલાક સમયથી ફરકી રહ્યો છે. એક સમયની તેજીમાં વિદેશી રોકાણકાર ખરીદાર રહે છે તો તેમના તરફથી આવતી વેચવાલીના બીજા તબક્કામાં સ્થાનિક રોકાણકારો તક ઝડપીને મસમોટું રોકાણ કરી રહ્યાં છે.

    આમ તબક્કાવારની લેવાલી-વેચવાલીના જોરે બજારને સપોર્ટ મળી રહે છે અને નવા રેકોર્ડ હાઈ સમયાંતરે બની રહ્યાં છે. તાજેતરના ડેટા અનુસાર હવે સ્થાનિક શેરબજારમાં વિદેશી રોકાણકારો કરતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)નું વર્ચસ્વ વધી રહ્યું છે. બજારના નિષ્ણાતો માને છે કે મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમોમાં નાણાંના ઝડપી પ્રવાહને કારણે ડીઆઈઆઈ હોલ્ડિંગ વધી રહ્યું છે. તેમનું માનવું છે કે ટૂંક સમયમાં તેમની હોલ્ડિંગ વિદેશી રોકાણકારોની હોલ્ડિંગને વટાવી શકે છે.

    ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલ-જૂન ૨૦૨૪માં આ આક્રમક ખરીદીને કારણે DIIનું હોલ્ડિંગ વિદેશી રોકાણકારોના હોલ્ડિંગ કરતાં માત્ર ૧.૧૫% ઓછું રહ્યું. અત્યાર સુધીનો સૌથી મોટો તફાવત માર્ચ ૨૦૧૫માં હતો. જ્યારે DIIનું હોલ્ડિંગ FPI કરતાં ૧૦.૩% ઓછું હતું. પ્રાઇમઇન્‌ફોબેઝ પર ઉપલબ્ધ ડેટા અનુસાર એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં એફપીઆઈ નો હિસ્સો માર્ચ ક્વાર્ટરના ૧૭.૭૨%થી ઘટીને જૂન ક્વાર્ટરમાં ૧૭.૩૮% પર આવી ગયો છે, જે ૧૨ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાગત રોકણકારનો હિસ્સો વધીને ૧૬.૨૩% થયો છે. મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૯.૫૨% પર પહોંચ્યો છે, જે રેકોર્ડ ઉચ્ચ સ્તર છે.

    વિદેશી રોકાણ આકર્ષવા એફડીઆઈ નિયમો સરળ બનાવવામાં આવશે…!!

    ૨૩ જુલાઈએ કેન્દ્રીય બજેટમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદેશી રોકાણ આકર્ષવા એફડીઆઈ નિયમો સરળ બનાવવાની વાત કરી હતી. છે. તેમણે જાહેરાત કરી હતી કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશી રોકાણ સંબંધિત શરતો અને નિયમોને સરળ બનાવવામાં આવશે. આ સિવાય સરકાર વિદેશમાં વધુ રોકાણ કરતી ભારતીય કંપનીઓ માટે પણ નિયમો હળવા કરવા માંગે છે. સરકાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટેના નિયમોમાં આગામી ટૂંક સમયમાં ફેરફાર કરી શકે છે. કોઈ કંપનીના શેરમાં તેમનું રોકાણ ૧૦% સુધી પહોંચી જાય, પછી તેઓને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) દ્વારા રોકાણ કરવાની મંજૂરી આપવા નિયમો સરળ બનાવાશે.

    જો કોઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર કંપનીમાં મોટો હિસ્સો ઈચ્છે છે અને તેમનું રોકાણ ૧૦%થી વધુ થતું હોય અને જો તેમની રૂચિ કંપનીમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની હોય તો એફપીઆઈએ આ માટે સરકાર પાસેથી પરવાનગી લેવાની રહેશે. શેઠે ઉમેર્યું કે અમે આ રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ. જોકે આ સરળીકરણનો અર્થ એ નથી કે શેરોમાં એફપીઆઈ રોકાણ પરની મર્યાદા હળવી કરવામાં આવશે. એફપીઆઈને એફડીઆઈના રસ્તે રોકાણ કરવાની મંજૂરી આપવા માટે અન્ય સરળ રસ્તાઓ બનાવી શકાય છે.

    આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય શેઠે આ વિશે જણાવ્યું કે વર્તમાન નિયમો અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ ૧૦%થી ઓછું હોવું જોઈએ. આમ એફપીઆઈનું રોકાણ ૧૦% પહોંચતાની સાથે જ તેમણે બજારમાં શેર વેચવા પડે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ એટલે કે ભારતની બહાર રહેતી વ્યક્તિ શેર થકી કોઈ કંપનીમાં રોકાણ કરે. જોકે આ રોકાણમાં શરત એ છે કે તેમનું કુલ રોકાણ ૧૦%થી ઓછું હોવું જોઈએ. બીજી તરફ એફડીઆઈ એક એવું રોકાણ છે જ્યાં ભારતની બહાર રહેતા રોકાણકાર અનલિસ્ટેડ ભારતીય કંપની અથવા લિસ્ટેડ ભારતીય કંપનીમાં ૧૦% કે તેથી વધુ રોકાણ કરી શકે છે.

    વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ ૬ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજીત રૂ.૩.૯ લાખ કરોડનું રોકાણ…!!

    વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ ૬ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.૩.૯ લાખ કરોડનું રોકાણ થયું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડના એયુએમમાં રૂ.૧૦ લાખ કરોડનો વધારો થયો છે. તેનું કારણ શેરબજારમાં વધારો, બોન્ડ અને કોમોડિટીના ભાવમાં વધારો થવાને કારણે રૂ.૬ લાખ કરોડથી વધુનો માર્ક-ટુ-માર્કેટ ગેઇન છે. છેલ્લા ૪ વર્ષમાં ખઋ દ્વારા સંચાલિત ફંડનું મૂલ્ય પણ લગભગ ૩ ગણું વધ્યું છે. જ્યારે આ દરમિયાન બેન્ક ડિપોઝિટ માત્ર ૧.૬ ગણી જ વધી છે. તેને કારણે મ્યુચ્યુઅલ ફંડની અઞખ હવે બેન્ક ડિપોઝિટના ૨૯% સુધી પહોંચી ગઇ છે. તે માર્ચ ૨૦૨૦માં માત્ર ૧૬%ના સ્તરે હતી. ૪ વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડ માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્‌ટ તરીકે માત્ર કેટલાક શહેરી વિસ્તારો સુધી જ મર્યાદિત હતું. પરંતુ તાજેતરમાં પરંપરાગત બચત અને રોકાણ માટેના પ્રમુખ સાધન તરીકે ઉભરી રહ્યું છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં આ તથ્યને ઉજાગર કરતા કહ્યું કે ભારતીય પરિવાર પોતાની બચતનો એક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ ફંડ અને પેન્શન ફંડમાં રોકી રહ્યા છે. આંકડા પણ આ ટ્રેન્‌ડ તરફ ઇશારો કરે છે. જો કે ખઋ અઞખ માં વૃદ્ધિ શેરબજારની તેજીને આભારી છે, તે તાજેતરના વર્ષોમાં ઇક્વિટી સ્કીમ્સના મજબૂત પ્રદર્શન અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સની વધતી જતી લોકપ્રિયતાને કારણે પણ છે.

    માર્ચ ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૨ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષોમાં, ખઋત એ ઘરની બચતના ૬% થી વધુ હિસ્સો હાંસલ કર્યો હતો. આરબીઆઈના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ આંકડો માત્ર ૧૦૩% હતો. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રોકાણ માટેના એફડી, બચત યોજના જેવા પરંપરાગત સાધનોને બદલે ખાસ કરીને યુવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. મુખ્યત્વે ૨૫ થી ૩૫ વર્ષની વયજૂથના યુવા રોકાણકારો પણ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને તેમજ નિવૃત્તિના આયોજના ભાગ રૂપે એસઆઇપીમાં રોકાણ કરી રહ્યા છે. જેને કારણે એસઆઇપીના પોર્ટફોલિયોમાં પણ વૃદ્ધિ થઇ છે.

    ખાનગી બેન્કોના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૨૬.૩૦% વધારો…!!

    ખાનગી બેન્કોમાં જૂન ત્રિમાસિકમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (જીએનપીએ) વાર્ષિક ધોરણે ૪.૯૦% વધી રૂપિયા ૧.૩૩ ટ્રિલિયન રહી હતી. ત્રિમાસિક ધોરણે આ વધારો ૩.૩૦% રહ્યો હતો. નેટ એનપીએસ વાર્ષિક ધોરણે ૧૦.૧૦% વધી રૂપિયા ૩૩૪૦૧ કરોડ રહી છે. ત્રિમાસિક ધોરણે આ આંક ૭.૪૦% રહ્યાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી બેન્કોના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૨૬.૩૦% વધારો થઈને રૂપિયા ૪૮૯૮૨ કરોડ રહ્યો છે.  મજબૂત ધિરાણ વૃદ્ધિ અને અન્ય આવકમાં વધારાને પરિણામે નફામાં વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. અનસિકયોર્ડ લોન્સ પર ખાસ કરીને ક્રેડિટ કાર્ડસ અને પરસનલ લોન્સ પર તાણ જોવા મળી રહી હોવાના મોટાભાગની ખાનગી બેન્કોએ સંકેત આપ્યા છે. થાપણો મેળવવા માટે ભારે સ્પર્ધાને કારણે બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનપીએમાં વધારો થયો છે, પરંતુ તે પ્રમાણે જોગવાઈમાં વધારો થયો નથી કારણ કે, હાલનું પ્રોવિઝન કવરેજ ઊંચુ છે. કોરોના પછીના કાળમાં બેન્કો નિયમનકારી ધોરણો કરતા વધુ નાણાં બાજુ પર કાઢતી રહી છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.