Surendranagar, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલું એ ચાર્જ સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરી દેવાની સૂચના પ્રથમ દિવસે પોલીસ અધિકારીઓને આપી દેવામાં આવી છે પરંતુ તે છતાં પણ છેવાડાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ રીતે ગેરકાયદેસર પ્રવૃતિઓ શરૂ હોવાની ચર્ચા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથક વિસ્તારમાં દેશી દારૂ વિદેશી દારૂ અને જુગારની હાટડીઓ ધમધમતી હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે તે પ્રકારની સૂચનાઓ પોલીસ વડા દ્વારા આપવામાં આવી પરંતુ શેઠની શિખામણ જાપા સુધી તે પ્રકારનો ઘાટ હાલમાં સર્જાઈ જવા પામ્યો છે પોતાનો અંગત લાભ જોવા માટે અને પોતાના આર્થિક ફાયદો થાય તે પ્રકારે થાનગઢ પોલીસ કામ કરતી હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે એ જ બાજુ ખનીજ માફિયાઓને તો છાવરવામાં આવી રહ્યા છે પરંતુ હવે તો ઇંગલિશ અને દેશી દારૂ ના સ્ટેન્ડ પણ શરૂ કરાવી નાખવામાં આવી હોવાની ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે.
એક સમય થાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ પોતે સિંઘમ છાપ ધરાવતા હોવાના દાવાઓ કરતા હતા પરંતુ હવે આ જ દાવાઓ પોકડ સાબિત થઈ રહ્યા છે એનું કારણ એ છે કે છેલ્લા ગણતરીના દિવસોમાં ફાયરિંગની ઘટનાઓ બની છે હજુ સુધી આરોપીઓ નથી પકડાઈ રહ્યા ત્યારે બીજી તરફ ઈંગ્લીશ અને દેશી દારૂ નું દુષણ થાનમાં વધુ પડતું ફેલાય રહ્યું હોય તે પ્રકારની ઘટનાઓ અને ફરિયાદો મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરી વિસ્તારમાં જ અલગ-અલગ ત્રણ સ્થળોએ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે સાથે સાથ દેશી દારૂના વેચાણ અને દૂષણથી અનેક પરિવારજનો બરબાદ થઈ રહ્યા છે પોલીસ સમગ્ર બાબત નરી આંખે જોઈ રહી છે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસિ્થતિ સુધરે તે માટે પ્રેમસુખ ડેલો દ્વારા તાજેતરમાં 13 લોકોને હિસ્ટ્રી ચીટર જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ઉપર કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ જ એવું ઈચ્છી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ ન થાય તેવું હાલ લાગી રહ્યું છે.
ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને આ બાબતે ધ્યાન આપી અને પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરતા અધિકારીઓ ઉપર પણ પગલાં લેવા જરૂરી હોય તેવું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે થાનમાં બેફામ ડમ્પરો તો દોડી રહ્યા છે અને ગેરકાયદેસર ડમ્પર ઓપન દોડી રહ્યા છે અને પોલીસની નજર સામેથી પસાર પણ થઈ રહ્યા છે તે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી કેમ નથી કરવામાં આવતી તે એક સળગતો સવાલ છે અને તેની પાછળ પોલીસ નો અંગત સ્વાર્થ છુપાયેલા હોવાના આક્ષેપ પણ હવે થઈ રહ્યા છે..
થાન પંથક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું બન્યું હબ
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ગેરકાયદેસરખાણો ધમધમી રહી હતી જોકે તેના ઉપર દરોડા પાડી અને પ્રાંત અધિકારી કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને ખનન પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે પોલીસ વડાએ સૂચના આપી.
ત્યારે મૂડી પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ધમધમતી ખાણો બંધ કરાવવા માટે દરોડા પણ પાડવામાં આવ્યા અને ખાણો પણ ઝડપી લેવામાં આવી બીજી બાજુ થાન પોલીસ પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ખનન માથે રહી અને કરાવી રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ પ્રાંત અધિકારી દરોડા પાડી રહ્યા છે સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે પ્રાંત અધિકારીને દેખાઈ રહી છે પરંતુ થાન પોલીસને ન દેખાતી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.
અમુક ચોક્કસ અધિકારીઓ ઉપર ખનીજ માફીઆઓના આશીર્વાદ
જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ નીકળી રહ્યો છે ત્યાંના અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લીલા લેર કરતા હોય તે પ્રકારની ઘટના બની રહી છે અમુક ચોક્કસ અધિકારીઓ જે લક્ઝરીયસ કે જે કારની કિંમત 50 લાખથી વધુની છે તેવી કાર અધિકારીઓ ફેરવી રહ્યા છે તેમના ઉપર ખનીજ માફિયાઓના આશીર્વાદ હોવાની શંકા સેવાઈ રહી છે જોકે આ સમગ્ર બાબતે હાલ અંદર ગ્રાઉન્ડ રીતે તપાસ ચાલી રહી છે જે સમયે તત્કાલીન પોલીસવડા ગિરીશ પંડ્યા હતા.
તે સમયે ચોક્કસ અધિકારીઓ 50 લાખથી વધુ ની કિંમતની કાર ખનીજ માફીયાઓની ફેરવતા હોવાની ચર્ચા બહાર આવી હતી આ સમગ્ર વિગતો અને તે બાબતની ચર્ચા પણ હાલ સમગ્ર પંથકમાં ફેલાઈ રહી છે.
પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા પીએસઆઇ અને એક અન્ય નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ ને સસ્પેન્ડ કરાવી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે જોકે આ સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું હાલ પરિસ્થિતિ દેખાઈ રહી છે.
પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે અને જ્યારે દારૂની કટીંગ ની રેડ પડવાની હોય ત્યારે તપાસના નામે બહારગામ જતા રહી અને પીએસઆઇને ચાર્જ આપી અને માથે રહી એસએમસીને તમામ બાતમીઓ આપી અને રેડ કરાવવામાં આવતી હોવાની આક્ષેપ પૂર્વ ધારાસભ્ય લગાડ્યો છે.
બીજી તરફ ગેરકાયદેસર પ્રવૃતિઓ એમાં અડચણ સ્વરૂપ નજીકના પોલીસ સ્ટેશનના પીઆઇને પણ એસએમસી ની બાતમી આપી અને ટાર્ગેટ કરી અને સસ્પેન્ડ કરાવી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ કર્યો છે.

