New Delhiતા.25
સંસદમાં બિહારની મતદાર યાદી સુધારણા મુદ્દે વિપક્ષોના ચાલી રહેલા ધરણામાં આજે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સંસદભવન પરિસર બહાર દેખાવો કર્યા હતા અને ચુંટણીપંચ દ્વારા જે ખાસ પુર્નસમીક્ષા થઈ છે તે સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવીઝન લખેલા પોસ્ટર ફાડીને ડસ્ટબીનમાં નાખ્યા હતા.
જોકે લોકસભામાં આજે ભાગ્યે જ કોઈ કામકાજ થઈ શકયું હતું. પરંતુ કોંગ્રેસ અને વિપક્ષોએ સતત દેખાવો ચાલુ રાખ્યા હતા. અને બન્ને ગૃહો મુલત્વી રહ્યા હતા. આજે ફકત 20 મીનીટની કામગીરીમાં પણ ધાંધલ ધમાલ હતી. અને બાદમાં વિપક્ષોએ આ પ્રકારના દેખાવો કર્યા હતા.