Islamabad,તા.૨૫
પાકિસ્તાનના સિંધમાં પ્રસ્તાવિત નહેર પ્રોજેક્ટ્સનો સ્થાનિક લોકો સખત વિરોધ કરી રહ્યા છે. ગયા શુક્રવારે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી અને સાંસદ આસિફા ભુટ્ટોના કાફલા પર ટોળાએ લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો હતો. તેનો વીડિયો બહાર આવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, આસિફા કરાચીથી નવાબશાહ જઈ રહી હતી. વિરોધીઓએ તેમના કાફલાને રોકી દીધો અને નહેર પ્રોજેક્ટ અને કોર્પોરેટ ફાર્મિંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આસિફા સાથે હાજર સુરક્ષા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેની કારને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકાર સિંધુ નદી પર નહેર બનાવવાની યોજના બનાવી રહી છે. સ્થાનિક લોકો આનાથી ગુસ્સે છે. ચાર દિવસ પહેલા પણ પ્રદર્શનકારીઓએ સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરના ઘરને બાળી નાખ્યું હતું. એજન્સી
વિસ્તારના એસએસપી ઝફર સિદ્દીકીએ મીડિયાને જણાવ્યું કે કાફલો એક મિનિટ કરતા પણ ઓછા સમય માટે રોકાયો હતો અને આસિફા કે તેના સુરક્ષા કર્મચારીઓને કોઈ નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે, શાંતિ ભંગ કરનારા પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાન સિંધુ નદી પર નહેરો બનાવીને ચોલિસ્તાનમાં હજારો એકર ઉજ્જડ જમીન પર ખેતી કરવાની યોજના ધરાવે છે. લોકો કહે છે કે આનાથી સિંધને નુકસાન થશે અને તેઓ પોતાનું પાણી ગુમાવશે. થોડા અઠવાડિયા પહેલા, એક સમિતિ (કાઉન્સિલ ઓફ કોમન ઇન્ટરેસ્ટ – ઝ્રઝ્રૈં) એ પણ આ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી બધા રાજ્યો (પ્રાંતો) વચ્ચે પરસ્પર સંમતિ ન હોય ત્યાં સુધી કોઈ નવી નહેર બનાવવામાં આવશે નહીં.