Prabhaspatan તા.12
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામે સાધુ સમાજ ની 75 વર્ષ જુની સમાધી સ્થાન આવેલ છે અને આ સમાધી સ્થાન નુ અમારા વડવાઓ અને અમો અત્યારે સેવા પુજા કરીએ છીએ અને અમારી સંવેદના અને લાગણી આ સમાધી સ્થાન સાથે જોડાયેલી છે.
પરંતુ મોરડિયા ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષો જુના સમાધિ સ્થળ હટાવવાની નિર્ણય લેવામાં આવેલ છે જેની સામે ગીર સોમનાથ જિલ્લાના સાધુ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરી મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરવામાં આવેલ છે.
આ સમાધિ 75 વર્ષ જૂની છે અને તે અમારા ગામના ઇતિહાસનો એક અવિભાજ્ય અંગ છે. આવા ઐતિહાસિક વારસાનું જતન કરવું એ આપણી સૌની નૈતિક અને કાયદાકીય ફરજ છે. ધાર્મિક સ્વતંત્રતા અને ભાવનાઓનું સન્માન: ભારતનું બંધારણ દરેક નાગરિકને ધર્મનું પાલન કરવાની અને પોતાની શ્રદ્ધા જાળવી રાખવાની સ્વતંત્રતા આપે છે. ગ્રામ પંચાયતનો આ નિર્ણય અમારી ધાર્મિક સ્વતંત્રતા પર સીધો પ્રહાર છે અને તે “પૂજા સ્થળ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991” ની ભાવનાની વિરુદ્ધ છે. આ કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે 15 ઓગસ્ટ, 1947ના રોજ જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપમાં હતું, તેનું તે જ સ્વરૂપ જાળવી રાખવામાં આવશે.
કાનૂની પ્રક્રિયાનો અભાવ: અમને આ નિર્ણય લેતા પહેલા વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, કે અમારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી. આ નિર્ણય લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
વૈકલ્પિક ઉકેલોની અવગણના: જો ગ્રામ પંચાયતને વિકાસના કાર્યો માટે જમીનની જરૂર હોય, તો તેના માટે અન્ય ઘણા વિકલ્પો વિચારી શકાયા હોત. ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવું એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તાજેતરમાં, ગુજરાત હાઇકોર્ટે પણ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો હટાવવાના કિસ્સામાં પણ, પુનર્વસન અને નિયમિતકરણના વિકલ્પો પર વિચારણા કરવા જણાવ્યું છે. અમારું સમાધિ સ્થળ તો વર્ષો જૂનું અને કાયદેસર છે.
આ સમાધી સ્થાન ને કોઈ જાતનું નુકસાન ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના સાધુ સમાજ ના અગ્રણી મા શૈલેષદાસ મેસવાણીયા, વેરાવળ તાલુકા સાધુ સમાજ ના પ્રમુખ સામળદાસ ગોંડલીયા,બાલકદાસ હરી ગીર,કિરણ પ્રભુદાસ મેસવાણીયા, પ્રભુદાસ મેસવાણીયા,મુળદાસજી દાસાણી સહિત સાધુ સમાજ ના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી, કલેકટર, સાંસદ, ધારાસભ્ય સહિત લાગતા વળગતા ને રજૂઆત કરવામાં આવેલ છે અને આ પ્રશ્ન ના નિરાકરણ માટે માંગણી કરવામાં આવેલ છે