Surendaranagar , તા.3
ચોટીલા અને થાનગઢની બે હોસ્પિટલોના સંચાલકોને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ કાર્યવાહી સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ, ચોટીલાના સંચાલક રાજેશ જી. ગોજીયા અને શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, થાનગઢના સંચાલક સુભાષભાઈ રમણીકલાલ શાહ સામે કરવામાં આવી છે.
આ સમન્સ અગાઉ થયેલી આકસ્મિક તપાસણીના આધારે જારી કરાયા છે. નાયબ કલેક્ટર મકવાણાએ 15 સપ્ટેમ્બર, 2025ના રોજ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ, ચોટીલા અને 16 સપ્ટેમ્બર, 2025ના રોજ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, થાનગઢની તપાસ કરી હતી. તપાસ દરમિયાન બંને હોસ્પિટલોમાં વિવિધ ક્ષતિઓ જોવા મળી હતી.
આ ક્ષતિઓના પગલે નાયબ કલેક્ટર દ્વારા સોનોગ્રાફી મશીનો સીલ કરવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ હાથ ધરવા અને ખુલાસો મેળવવા માટે હવે સંચાલકોને સમન્સ પાઠવવામાં આવ્યા છે.

