New Delhi,તા.29
પોતાનાં શાનદાર કરિયર પર પૂર્ણવિરામ લગાવ્યાં બાદ ભારતનાં ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા બીજી ઇનિંગ રમવા માટે તૈયાર છે. ભવિષ્યમાં તેમને કોચિંગ આપવામાં કે બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સલન્સમાં કોઈ જવાબદારી લેવામાં કોઈ વાંધો નથી.
ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધાના થોડા દિવસ બાદ પુજારાએ પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે “મને પ્રસારણનું કામ ગમે છે. હું તે કરવાનું ચાલું રાખીશ. જ્યાં સુધી કોચિંગ અથવા એનસીએ (ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર)નો સવાલ છે, તો હું તેના માટે તૈયાર છું.
`મેં એ વિશે કંઈ વિચાર્યું જ નથી. જ્યારે પણ મને તક મળશે, ત્યારે હું તેનાં પર નિર્ણય લઈશ. હું આ પહેલાં પણ કહી ચૂક્યો છું કે હું આ રમતમાં સામેલ થવા માંગુ છું. `હું ભારતીય ટીમ માટે જે પણ રીતે કરી શકું તે બદલ મને આનંદ થશે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને રમત છોડવાનો કોઈ અફસોસ નથી.