Mumbai,તા.30
ન્યુ ચંડીગઢના મુલ્લાપુરમાં આયોજિત IPL 2025ની ક્વોલિફાયર-વન મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવીને રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ ફાઇનલમાં એન્ટ્રી મારી છે.
પંજાબની ટીમ IPL પ્લેઑફ્સમાં સૌથી ઓછી 14.1 ઓવર રમીને 101 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જે પ્લેઑફસ ઇતિહાસનો પહેલી ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર પણ હતો.
બેન્ગલોરે ઓપનર ફિલ સોલ્ટની 56 રનની ઇનિંગ્સના આધારે 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 106 રન ફટકારીને 102 રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
સ્ટાર બેટર વિરાટ કોહલીની બેંગ્લોર ટીમ ચોથી વાર ફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં 2009, 2011 3અને 2016ની સીઝનમાં IPL ફાઇનલમાં પહોંચી છે, જ્યારે 2014માં એકમાત્ર ફાઇનલ રમનાર પંજાબની ટીમ એ વર્ષની જેમ આ વર્ષે પણ ક્વોલિફાયર-વન હાર્યા બાદ ક્વોલિફાયર-ટૂં રમીને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તકનો લાભ ઉઠાવશે.
ટોસ હારીને પહેલાં બેટિંગ કરનાર પંજાબની ટીમે 8.5 ઓવરમાં 60 રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન શ્રેયસ ઐયર (ત્રણ બોલમાં બે રન) જેવા ધુરંધર બેટર્સ ફ્લોપ રહ્યા ત્યારે ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ (17બોલમાં 26 રન), ઓપનર પ્રભસિમરન સિંહ (10 બોલમાં 18 રન) અને ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈ (12 બોલમાં 18 રન)ની ઇનિંગ્સના આધારે 101 રનનો સ્કોર જ થઈ શક્યો હતો.
બેંગ્લોરના યંગ સ્પિનર સુયશ શર્મા (17 રનમાં ત્રણ વિકેટ)એ પોતાની IPL કરીઅરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઇન્જરીમાંથી નદાર વાપસી કરનાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (21 રનમાં 3 વિકેટ) અને યશ દયાલે (26 રનમાં બે વિકેટ) પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી.
ફાસ્ટ બોલર ભુવનેશ્ર્વર કુમાર અને રોમારિયો શેફર્ડને પણ એક-એક વિકેટ મળી હતી. ફરી કેપ્ટન્સી કરનાર રજત પાટીદારે બોલિંગ યુનિટનો યોગ્ય ઉપયોગ કરીને પંજાબને તેના જ હોમ ગ્રાઉન્ડમાં ઘૂંટણિયે પાડી દીધું હતું.
બેંગ્લોરના ઓપનર ફિલ સોલ્ટે (27 બોલમાં પ6 રન અણનમ) પહેલી ઓવરથી 10મી ઓવર સુધી ટીમની ઇનિંગ્સ સંભાળી રાખી હતી. 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારનાર આ અંગ્રેજ બેટરની ઇનિંગ્સના આધારે બેંગ્લોરે 60 બોલ પહેલાં જીત નોંધાવી હતી. સોલ્ટ સિવાય વિરાટ કોહલી (12 બોલમાં 12રન) અને મયંક અગરવાલે (13 બો- માં 19 રન) પણ ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા.
કેપ્ટન રજત પાટીદારે (8 બોલમાં 15 રન અણનમ) વિનિંગ સિક્સર ફટકારી નવ વર્ષ બાદ બેંગ્લોરને ફાઇનલમાં પહોંચાડયું હતું. પંજાબ માટે સ્પિનર મુશીર ખાન અને ફાસ્ટ બોલર ફાઇલ જેમીસને 27-27 રન આપીને એક-એક વિકેટ લીધી હતી.
13 વર્ષ બાદ કોઈ પ્લેયરે પ્લેઓફ્સમાં IPL ડેબ્યુ કર્યું
મુંબઈના ઓલરાઉન્ડર મુશીર કરવાની ઉર વિચાર તરીકે ડેબ્યુ આઠમા ક્રમે આવીને તે 3 બોલમાં ઝીરો રન બનાવીને સુયશ શર્મા સામે LBW આઉટ થયો હતો. પ્લેઓફસ દરમ્યાન કોઈ ક્રિકેટરે IPL ડેબ્યુ કર્યું હોય એવી આ માત્ર બીજી ઘટના છે. 2012માં દિલ્હી તરફથી બિહારના ક્રિકેટર સની ગુપ્તાએ આ રીતે ડેબ્યુ કર્યું હતું.
ગજબની વાત તો એ છે કે તે ચેન્નઈ સામેની પ્લેઓફસ મેચમાં ઝીરો રન બનાવીને આઉટ થયો હતો. મુશીર ખાનનો મોટો ભાઈ અને ભારતીય વિકેટકીપર-બેટર સરફરાઝ ખાન પણ IPL ડેબ્યુ કરી ચૂક્યો છે. એથી IPL ને વધુ એક ભાઈઓની જોડી મળી છે.