પીસીબી એ મોબાઈલ કબ્જે કરી, બે શખ્સોની શોધ ખોળ હાથ ધરી
Rajkot,તા.21
શહેરના જામનગર રોડ પર આવેલી બજરંગ વાડી ચોકીની સામે બસ સ્ટેન્ડ પાસેથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પંટર ને પીસીબી ની ટીમે મોબાઈલ સાથે ઝડપી, બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.જામનગર રોડ પર પીસીબી ની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી મળી હતી કે, બજરંગવાડી ચોકીની સામે આવેલા બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ મોબાઇલમાં હાલમાં ચાલતા સનરાઈઝ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ચાલતી ૨૦ ૨૦ ક્રિકેટ મેચ પર રનફેરનો રૂપિયાનો હાર જીતનો સુગર રમેશ સોદા લખાવી રહ્યો છે.પીસીબીની ટીમ બજરંગવાડી ચોકી સામે પહોંચી, કોઠારીયા મેઈન રોડ પર હુડકો ક્વાર્ટર બ્લોક – સીમા રહેતો આકાશ પ્રદીપભાઈ કાનાણીને ઝડપી લઇ તેનો મોબાઈલ ચેક કરતા તે જે કે નામથી સેવ કરેલો મોબાઈલ નંબર 6359120273 નો ઉપયોગ કરનાર અને રાજકોટમાં રહેતો ભરત સાથે સટ્ટો રમતો હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી પીસીબી પી. આઇ એમ જે હુણ, એ.એસ.આઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે કરી હતી.