Gandhinagar, તા.1
ગુજરાતમાં ખરીફ-2025માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. 01 નવેમ્બર, 2025ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી.
હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે. રાજ્યમાં સર્જાયેલી આ કમોસમી વરસાદની પરિિસ્થતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. તેમ રાજય સરકાર દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ એકાદ દિવસ વરસાદના માહોલની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગે આવતા સપ્તાહે ખરીદી શરૂ થવાના સંકેત છે.

