Mumbai,તા.11
‘બાહુબલી’ ફિલ્મના બંને ભાગને જોડીને એક સિંગલ ફિલ્મ તરીકે ‘બાહુબલી ધી એપિક’ ફિલ્મ રીલિઝ કરવામાં આવી છે. હવે આ જ ટ્રેન્ડને આગળ વધારી ‘પુષ્પા’ના પણ બે ભાગની એક સિંગલ ફિલ્મ બનાવવાની હિલચાલ શરુ કરાઈ છે. ‘બાહુબલી’ની સિંગલ ફિલ્મમાં બંને ભાગના કેટલાંય ગીતો તથા દ્રશ્યોને કાપી નાખવામાં આવ્યાં હતાં. જ્યારે ‘પુષ્પા’ ફિલ્મ બાબતમાં એવો દાવો તઈ રહ્યો છે કે તેમાં એવું કેટલુંક નવું ફૂટેજ ઉમેરાશે જે બેમાંથી કોઈપણ ભાગમાં સામેલ કરાયું ન હતું. જોકે, ‘બાહુબલી ધી એપિક’ની કમાણી વિશ્વભરમાં ૫૦ કરોડ રુપિયા માંડ થઈ છે. તે અપેક્ષા કરતાં ઓછી ગણાય છે. પરંતુ, સાથે સાથે એ પણ સાચું છે કે નિર્માતાઓને બે ભાગને એક કરવામાં એડિટિંગ સિવાય ખાસ કોઈ ખર્ચો થયો જ નથી આમ તેમનું નફાનું માર્જિન બહુ ઊંચું રહ્યું છે.

