Morbi,તા.17
માળિયા હાઈવે પરથી પોલીસે ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવી બીયરના જથ્થાની હેરાફેરી ઝડપી લઈને પોલીસે બીયરના ૧૧૨ ટીન, ટ્રેલર સહીત ૩૦ લાખથી વધુનો મુદામાલ કબજે લઈને ટ્રક ચાલકને ઝડપી લીધો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી માળિયા હાઈવે પરથી ટ્રક ટ્રેલર આરજે ૨૧ જીડી ૦૯૩૦ વાળીમાં માટીની આડમાં બીયરનો જથ્થો લઇ જતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી ટ્રેલર ઝડપી લીધું હતું જે ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવી રાખેલ બીયર ટીન નંગ ૧૧૨ કીમત રૂ ૧૨,૯૯૨ નો જથ્થો મળી આવતા પોલીસે બીયરનો જથ્થો, મોબાઈલ કીમત રૂ ૫ હજાર અને ટ્રેલર કીમત રૂ ૩૦ લાખ સહીત કુલ રૂ ૩૦,૧૭,૯૯૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી ટ્રક ચાલક રાજેન્દ્ર કાનારામ બાંગળા રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને મુદામાલ મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે