Morbi,તા.21
રંગપર ગામના મકાનમાં દરોડો કરી પોલીએ દેશી દારૂ ૧૪૦ લીટર અને ઈંગ્લીશ દારૂની ૮૦ બોટલ મળીને કુલ રૂ ૧.૩૧ લાખનો મુદામાલ કબજે લઈને આરોપીની શોધખોળ હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામે રહેતા આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનના ફળિયામાં માલ ઢોર માટે રાખેલ નીરણ નીચે છુપાવી રાખેલ દેશી દારૂ ૧૪૦ લીટર કીમત રૂ ૨૮ હજાર અને ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૮૦ કીમત રૂ ૧,૦૩,૮૦૦ સહીત કુલ રૂ ૧,૩૧,૮૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી ભીખુભાઈ તકમરીયા હાજર મળી આવ્યો ના હતો જેથી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે