Morbi,તા.27
લાતીપ્લોટમાં આવેલ તળાવના કાંઠે દરોડો કરી પોલીસે દારૂની ૩૬ બોટલ અને બીયરના ૭૨ ટીન મળીને કુલ રૂ ૧૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે લાતીપ્લોટમાં આવેલ સાવરનું તળાવ કાંઠે રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી બીયરના ૭૨ ટીન કીમત રૂ ૭૨૦૦ અને દારૂની ૩૬ બોટલ કીમત રૂ ૧૦,૮૦૦ સહીત કુલ રૂ ૧૮,૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી અસ્લમ હાજી ખોડ રહે લાતીપ્લોટ શેરી નં ૮ વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે