Bhavnagar, તા.24
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 113 ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે . ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં વ્યક્તિ પોતાના ઘરમાંથી જ ગાંજાનુ વેચાણ કરતો હોય તે બાતમીના આધારે, પોલીસે બાતમી વાળી જગ્યા દાંતિયાવાળી શેરી થી પટેલ ફળીમાં મોમાઈ કૃપા નામના મકાનની સામે બે માળનું પાકું મકાન આવેલું છે.
ત્યાં અરવિંદ ઉર્ફે નાનું બોઘાભાઈ ચૌહાણ ના ઘરમાં પોલીસે દરોડા પાડી તેના મકાનમાં ઉપરના માળે જવાની સીડી નીચે આચ્છા ગુલાબી કલરની કપડાની થેલી માંથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓમાં પડીકી બનાવી ગાંજો પડ્યો હોય તેથી પોલીસે તેનો વજન કરાવતા 113 ગ્રામ ગાંજા સહિત આરોપીને ઝડપી પાડ્યો હતો. સાથે જ આરોપી અરવિંદ ઉર્ફે નાનું બોઘાભાઈ ચૌહાણ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

