New Delhi, તા.11
પડોશીઓ વચ્ચેના ઝઘડામાં આત્મહત્યાની ઘટનાના કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પડોશીઓ વચ્ચેના ઝઘડા સામાન્ય બાબત છે. તે અપરાધ ન માની શકાય. આત્મહત્યા માટેની ઉશ્કેરણી અંતર્ગત અપરાધ ન માની શકાય.
જસ્ટિસ બી.વી.નાગરત્ના અને કે.વી.વિશ્વનાથની બેન્ચે કર્ણાટક હાઇકોર્ટના ફેસલાને રદ કરી દીધો હતો. જેમાં એક મહીલાને પડોશીની આત્મહત્યા માટે 3 વર્ષની સજા સંભળાવાઇ હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ધારા 306માં આત્મહત્યા માટે ઉશ્કેરણીનો મામલો ત્યારે બને છે. જયારે એ સ્પષ્ટ હોય કે આરોપીએ જાણી જોઇને પીડીતને આત્મહત્યા કરવા માટે મજબુર કર્યા હોય.