Kodinar,તા.22
કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની ચગદડ સીમ પ્રાથમિક શાળામાં આજ રોજ ‘હું બનું વિશ્વ માનવી’ પુસ્તક પરથી સામાન્ય જ્ઞાન ક્વિઝ સ્પર્ધાનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું. આનંદદાયી શનિવાર નિમિત્તે યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ચાર જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા અને તમામ ગ્રુપોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં લક્ષ્મીબાઈ ટીમનો વિજય થયો હતો.સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ગ્રુપને શાળા પરિવાર તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પિયુષભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.જ્યારે શ્રી નિલેશભાઈ પટેલે સંચાલન કરી કાર્યક્રમને રસપ્રદ અને જીવંત બનાવ્યો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી મુકેશભાઈ રાઠોડે નિભાવેલી મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમની વિશેષ પ્રશંસા કરવામાં આવી.કાર્યક્રમના અંતમાં આચાર્યશ્રી ચિરાગસિંહ મોરીએ વિદ્યાર્થીઓને હાર્દિક પ્રોત્સાહન પૂરું પાડ્યું અને તેમના જ્ઞાનપ્રેમને વધાવી વંદન કર્યું.
સ્પર્ધામાં “કોન બનેગા કરોડપતિ” જેવી ઓપ્શન પદ્ધતિ અપનાવવામાં આવતા બાળકોમાં ખાસ ઉત્સુકતા, ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા જ સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે.

