Rajkot. તા.11
આગામી તા.14 થી તા.18 સુધી રેસકોર્ષ રાઉન્ડ ખાતે સાંસ્કૃતીક લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળામાં રાજકોટ શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં જાહેર જનતા લોકમેળો માણવા માટે પોતાના વાહનો સાથે કે અન્ય રીતે આવતા હોય છે અને લોકમેળા દરમ્યાન વાહનોનું પ્રમાણ ખુબ જ રહેતુ હોય છે.
જેથી લોકમેળામાં આવતી જાહેર જનતા લોકમેળામાં સરળ રીતે હરીફરી શકે અને વાહન વ્યવહાર સુચારૂ અને સલામત રીતે ચાલુ રહે અને અકસ્માતના બનાવો ન બને તે માટે નીચેની વિગતેનુ આ જાહેરનામું તા.14/08/2025 થી તા.18/08/2025 સુધી લોકમેળો શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જેમાં રેસકોર્ષ રીંગરોડ જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક, આમ્રપાલી અંડર બ્રીજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવેલ છે. તેમજ ચાણકય બીલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.
તેમજ ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર સર્કલ અને સી.આઇ.ડી. ઓફિસથી રૂરલ એસપી બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે. સુરજ-1 એપાર્ટમેન્ટ થી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.
ઉપરાંત રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ જાહેર કરવામાં આવેલ છે. તેમજ વિશ્વા ચોકથી જૂની એન.સી.સી.ચોક સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ અને બન્ને બાજુ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવેલ છે.જ્યારે મહીલા અંડર બ્રીજથી કિશાનપરા ચોક સુધી પ્રાઈવેટ લકઝરી બસો કિશાનપરા ચોક તરફ પ્રવેશ બંધ કરવામાં આવેલ છે.
વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર તા.14 થી સવારના 09 વાગ્યાથી લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષ રીંગરોડ ફરતે પાસ ધારક વાહન ચાલકી 10 કી.મી.ની ઝડપથી વધુ વાહન ચલાવી શકશે નહીચાણકય બીલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ જામનગર રોડથી ગાંધીગ્રામ તરફ જઈ શકશે તથા શ્રોફ રોડ, ચાણકય બીલ્ડીંગ ચોકથી ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક આમ્રપાલી અંડર બ્રિજથી રૈયારોડ તરફ અવર-જવર કરી શકાશે.
કોઇપણ ભારે વાહન લોકમેળા દરમ્યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે. જ્યારે પ્રાઇવેટ લકઝરી બસો મહિલા અંડર બ્રિજથી ટાગોર રોડ થઇ જઈ શકાશે. તા.14/08/2025ના રોજ કલાક-09/00 થી લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષ રીંગરોડ ફરતે પાસ ધારક વાહન ચાલકી 10 કી.મી.ની ઝડપથી વધુ વાહન ચલાવી શકશે નહીનહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, પ્રવેશ બહુમાળી ચોકથી કાર અને બાઈક, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલ્વે પાટા સામે બસ, કાર, બાઈક, બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર બાઈક અને સાયકલ, કિશાનપરા ચોક, એ.જી.ઓફિસની દિવાલ પાસે 15 ઓટો રીક્ષા, નવી કલેક્ટર કચેરી સામે કાર અને બાઈક, કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યા બાઈક માટે, આયક વાટીકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં કાર, બાઈક અને સાયકલ, ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં બાઈક અને કાર, કિશાનપરા ચોક કેપીટલ હોટલ પાછલના ગ્રાઉન્ડમાં બાઈક માટે ચાણકય બિલ્ડીંગ ચોક પાસે નગરરચના અધિકારી કચેરીના ગ્રાઉન્ડમાં બાઈક માટે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં કાર માટે, સરકીટ હાઉસ સામે મેમેણ બોડીંગનું ગ્રાઉન્ડમાં બાઈક માટે, રૂરલ એસ.પી.ના બંગલા વાળી શેરી આઇ.બી. ઓફિસથી પ્રેસ સુધી બાઈક માટે, સર ગોસલીયા માર્ગ હેલ્થ ઓફિસની દિવાલ સુધી બાઈક માટે અને હોમગાર્ડ ઓફીસર કોલોની બહુમાળી ભવન સામે ફકત સરકારી વાહનો માટે ફ્રી માં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.આગામી તા.14 થી 18 સુધી યોજાનારા લોકમેળામાં ટ્રાફીક પોલીસ દ્વારા સુમાર આયોજન કરવામાં આવ્યું છે. ડીસીપી ટ્રાફીક પુજા યાદવના માર્ગદર્શન હેઠળ 1100 પોલીસ જવાનો ટ્રાફીક નિયંત્રણમાં રાખવા ખડેપગે રહેશે. જેમાં ર એસીપી, 4 પીઆઇ સહીતના ટ્રાફીક પોલીસ જવાનોનો સમાવેશ થાય છે.