New Delhi, તા.20
આગામી તા.9 સપ્ટેમ્બરના યોજાનારી ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણન એ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, કિરણ રિજજુ અને જીતેન માંઝીની હાજરીમાં તેઓએ ઉમેદવારી નોંધાવી હતી.
કુલ ચાર પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંઘ, ગૃહમંત્રી અમીત શાહ, જનતાદળ યુ ના નેતા રાજીવ રંજન મુખ્ય પ્રસ્તાવક રહ્યા છે.
આવતીકાલે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બી.સુદર્શન રેડ્ડી પોતાની ઉમેદવારી કરશે. ભાજપે તા.17ના રોજ હાલ મહારાષ્ટ્રના રાજયપાલ રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને હવે તા.9ના રોજ મતદાન યોજાશે.