Mumbai,તા.10
રાઘવ જુયાલ સાંઈ માજરેકર સાથે એક રોમાન્ટિક ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે. આ ફિલ્મ રોમાન્સ સાથે સસ્પેન્સ પણ હશે. જોકે, ફિલ્મ વિશે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી.
હાલમાં સાંઇ માંજરેકરે પોતાની સ્કિનકેયર રૂટીન દેખાડતાં એક બ્યૂટી-થીમવાળો વીડિયો પોસ્ટ કર્યો હતો. ત્યારે રાઘવે તેના પર મજાકના અંદાજમાં ટીપ્પણી કરતાં શેર કર્યું છે કે, શૂટ પર આ બધો સામાન લઇને આવજે. તેમની આ વાતથી તેઓ બંને સાથે ફિલ્મ કરી રહ્યાં હોવાની અટકળોને બળ મળ્યું છે. ‘ધી બેડ્સ ઓફ બોલીવૂડ’ સીરિઝથી ચર્ચામાં આવેલા રાઘવને આ પહેલાં સાઉથની પણ એક મોટી ફિલ્મ મળી ચૂકી છે.