Mumbai,તા.13
સંગીતકાર એઆર રહેમાને કોરિયોગ્રાફર જાની માસ્ટર સાથે કામ કરવા માટે સોશ્યલ મીડિયા પર આલોચનાઓનો સામનો કરવો પડયો હતો. કોરિયોગ્રાફર જાની માસ્ટર પર થોડા સમય પહેલાં તેની એક સહાયક કોરિયોગ્રાફરનું સેક્સયુઅલ હરેસમેન્ટ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
પોક્સો હેઠળ નોંધાયેલા કેસમાં જાની માસ્ટર હાલ જામીન પર બહાર છૂટયો છે.
સોશ્યલ મીડિયા યૂઝર્સએ રહેમાને તેની સાથે કામ કરવાનું પસંદ કર્યું તે બદલ નારાજગી જતાવી હતી.૯ નવેમ્બરના રોજ જાની માસ્ટરે રહેમાન અને ફિલ્મ દિગ્દર્શક સાથેની તસવીર શેર કરી હતી, જે જોઇને રહેમાનના પ્રશંસકો ભડક્યા હતા.
જાની માસ્ટરે એઆર રહેમાન સાથે એક પોસ્ટ શેરકરી હતી, જેમાં તેણે રામ ચરણની ફિલ્મ પેડ્ડીના એક ગીતની કોરિયોગ્રાફી કરી હોવાનું જણાવ્યુું હતું.
ચાહકોએ લખ્યું હતું કે સતામણીના આરોપીનો ફિલ્મ ઉદ્યોગે સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ તેને બદલે તેને કામ અને સન્માન અપાય છે તે દુઃખદ છે.

