New Delhi,તા.24
કાશ્મીરના પહેલગામમાં ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર હાથ ધરેલા ઓપરેશન સિંદુરને કારણે માતાપિતા ગુમાવનારા 22 બાળકોને દતક લેવાનું રાહુલ ગાંધીએ જાહેર કર્યુ છે.
જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ વડા તારીક હમીદે કહ્યું કે, ભારત સામેના સંઘર્ષ વખતે પાકિસ્તાન દ્વારા સરહદી પુંછ ક્ષેત્રમાં તોપમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમમાં માતા-પિતા ગુમાવનારા 22 બાળકો અનાથ થયા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ તમામ બાળકોનો શિક્ષણ સહિતનો ખર્ચ ઉઠાવશે અને નાણાકીય સહાયનો પ્રથમ હપપ્તો આવતીકાલે અપાશે. આ બાળકો સ્નાતક થાય ત્યાં સુધી શિક્ષણ ખર્ચ રાહુલ ગાંધી ઉઠાવશે.
રાહુલ ગાંધી ગત મે મહિનામાં પૂંછની મુલાકાતે ગયા હતા. અસરગ્રસ્ત પરિવારો-બાળકોની યાદી તૈયાર કરવા પાર્ટી નેતાઓને સૂચના આપી હતી. પાર્ટીએ ચકાસણી કરીને અનાથ બનેલા બાળકોનું લીસ્ટ સુપરત કર્યુ હતું અને તેના આધારે તમામનો ખર્ચ ઉઠાવવાનું જાહેર કરાયુ છે. પુંછ મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધી સ્કુલમાં પણ ગયા હતા અને બાળકોને મળ્યા હતા.
પહેલગામ હુમલા પછીના સંઘર્ષના ઘટનાક્રમ વખતે સરહદી ગોળીબાર-તોપમારામાં સૌથી વધુ અસર પુંછ જીલ્લામાં થઈ હતી. અર્ધોડઝન બાળકો પણ ઘાયલ થયા હતા.