Morbi,તા.18
વીરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને એલસીબી ટીમે દેશી દારૂ ૨૭૫ લીટર, ૨૬૦૦ લીટર આથો સહીત કુલ રૂ ૧.૩૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા મનીષ ઉર્ફે મનોજ રામજીભાઈ મકવાણા પોતાના ગામમાં આવેલ સોરસગો તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાડીના શેઢે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી એલસીબી ટીમે સ્થળ પરથી ૨૭૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૫૫,૦૦૦ આથો ૨૬૦૦ લીટર કીમત રૂ ૬૫,૦૦૦ , ગેસના ચુલા 3 નંગ કીમત રૂ ૧૫૦૦ અને ગેસના બાટલા ૫ નંગ કીમત રૂ ૧૦,૦૦૦ અને અન્ય સાધનો સહીત કુલ રૂ ૧,૩૧,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી મનીષ ઉર્ફે મનોજ રામજી મકવાણા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે